ચેતવણી રૂપ કિસ્સો: શો રૂમના વોશ રૂમમાં મુક્યો હતો કેમરો, મહિલા કર્મચારીએ આ રીતે કર્યો વિકૃતનો પર્દાફાશ…

આ બનાવ સામે આવ્યો છે મેગાસીટી અમદાવાદમાંથી જ્યા એક વ્યક્તિએ વોશ રૂમમાં કેમરો મુક્યો હતો પરંતુ  મામલે એક મહિલાને જાણ થતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે પણ આરોપીને ઝડપી પાડ્યો છે પરંતુ આ કિસ્સા આપણા સમાજ માટે ચેતવણી રૂપ કિસ્સો છે કારણે મોટા ભાગના શોરૂમ અને મોલમાં વોશ રૂમ હોય છે.

આરોપી જેલ ભેગો

જે મહિલાએ પોલીસને જાણ કરી છે તેણે જ્યારે વોશ રૂમમાં કેમેરાની જાણ થઈ ત્યારે તે ગભરાઈ ગઈ અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી જોકે તેણે મામલે તુરંત પોલીસને જાણ કરી પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ આરંભી ત્યારે મોબાઈલ મૂકનાર આરોપીનો પર્દાફાશ થઈ ગયો અને હાલ તેની કરતૂતને કારણે તેને જેલના સળીયા ગણાવનો વારો આવ્યો છે.

મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો

ઝડપાયેલ આરોપી શેહરના નરોડા વિસ્તારમાં આવેલ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે પરંતુ આજે તેની હરકતને કારણે તેને જેલની ચાર દિવાલો મળી છે જોકે આ ઘટના સામે આવ્યા બાદ અમદાવાદ જેવા શહેરોમાં મહિલાઓની સુરક્ષાને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

વોશરૂમમાં મોબાઈલ છુપાવ્યો હતો

આ ઘટના અંગે જો વિગતવાર વાત કરીએ તો ગત 17 તારીખના રોજ આરોપીએ કંપનીના વોશરૂમમાં મોબાઈલ છુપાવ્યો હતો જે મોબાઈલ કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીના હાથમાં આવી ગયો મહિલાએ મોબાઈલ જોયો તો તેને જાણ થઈ કે તેનો પણ વીડિયો રેકોર્ડ થઈ ગયો હતો જેથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ગણતરીના સમયમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

મોબાઈઝ ઝુટવીને ફરાર થવાનો પ્રયાસ

સાંભળીને તમને નવાઈ લાગશે કે શૌચાલયમાં મોબાઈલ છુપાવ્યો હોવાની માહિતી જ્યારે સામે આવી ત્યારે આરોપી મહિલાના હાથમાંથી મોબાઈલ ઝુંટવીને ફરાર ખઈ ગયો હતો જોકે તેજ સમયે કંપનીમાં કામ કરકા સિક્યુરીટીના માણસોએ તેને ઝડપી પાડ્યો સમગ્ર મામલે પોલીસે જ્યારે મોબાઈલ ચેક કર્યા ત્યારે તેમાથી વીડિયો મળી આવ્યા જેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

લોકોમાં રોષનો માહોલ

ઉલ્લેખનીય છે કે પોલીસે હાલતો આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની કરતૂતને કારણે તેને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે પરંતુ આ કિસ્સો આપણા સમાજ માટે એખ ચેતવણી રૂપ કિસ્સો છે સાથેજ આ કિસ્સો સામે આવ્યો બાદ અમદાવાદ જેવા મોટા શહેરોમાં મહિલાઓ સુરક્ષાને લઈને ઘણા સવાલો ઉભા થયા છે સાથેજ લોકોમાં પણ ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે.

Scroll to Top