ગંભીર પરિસ્થિતી: અમદાવાદમાં હોસ્પિટલની બહાર 5 હજાર દર્દીઓની લાઈન, એમ્બ્યુલન્સ માટે 24 કલાકનું વેઈટીંગ…

અમદાવાદમાં કોરોનાને જે પરિસ્થિતી સર્જાઈ છે તેવી અત્યાર સુધીમાં ક્યારેય કોઈએ નહી જોઈ હોય 108 એમ્બ્યુલન્સ સર્વીસને હવે દિવસના રોજના 20 હજાર જેટલા ફોન આવી રહ્યા છે. સગાઓ સરેરાશ પાંચ વખત ફોન કરે તો પણ એમ્બ્યુલન્સ સેવા તેમને મળી નથી શકતી. બીજી તરફ હોસ્પિટલની બહાર 5 હજાર કરતા પણ વધારે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવાની રાહ જોઈને બેઠા છે.

24 કલાકનું વેઈટીંગ

એમ્બયુલન્સનું અંદાજે 24 કલાકના વેઈટીંગમાં બોલાઈ રહી છે. જેના કારણે દર્દીઓને જલ્દી સારવાર પણ નથી મળી શકતી 1200 બેડની સીવીલ હોસ્પિટલમાં રોજની 40 જેટલી એમ્બ્યુલન્સ લાઈનમાં લાગતી હોય છે. એમ્બ્યુલન્સનો રિસપોન્સ ટાઈમ પણ ઘણો વધી ગયો છે. જેના કારણે અમુક દર્દીઓતો સારવાર લીધા પહેલાજ મોચ પામી રહ્યા છે.

રોજના 20 હજાર કોલ

હાલ પરિસ્થિતી એટલી ગંભીર છે કે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા 30 જેટલી એમ્બ્યુલન્સ વધારી દેવામાં આવી છે, તેમ છતા દર્દીઓને એમ્બ્યુલન્સ નથી મળી રહી. રોજના તેમને 20 હજાર  જેટલા કોલ આ રહ્યા જેમા 70 ટકા દર્દીઓને સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવે છે. પરંતુ સિવિલ હોસ્પિટલની બહાર તો લાંબીને લાંબી લાઈનોજ જોવા મળી રહી છે.

10 કલાકનું વેઈટીંગ

સામાન્ય રીતે દર્દીને દાખલ કરવામાં 15 થી 20 મીનીટ જેવો સમય લાગતો હતો. જે હવે વધીને 10 કલાક જેટલો થઈ ગયો છે. દર્દીને એકવાર જો એમ્બ્યુલન્સમાં લઈને સિવિલમાં લઈ જવામાં આવે તો કલાકો સુધી વેઈટીંગમાં ઉભા રહેવું પડે છે. જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત એમ્બ્યુલન્સ સેવા પણ મળે ન મળે તે બરાબર પરિસ્થિતી સર્જાયેલી છે.

એમ્બ્યુલન્સ વગર નથી મળતી સારવાર

જોકે બીજી તરફ સાંભળીને તમને નવાઈ લાગશે કે જે દર્દીઓને પ્રાઈવેટ વાહનમાં લઈ જવામાં આવે છે. તે દર્દીઓને હોસ્પિટલ દ્વારા દાખલ કરવામાં નથી આવતા. કારણકે હોસ્પિટલ સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવે છે કે જે દર્દીઓને એમ્બ્યલન્સમાં આવ્યા છે તેમને પહેલા દાખલ કરવામાં આવે છે. અને આ પરિસ્થિતીને કારણે દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તે પહેલાજ તેનું મોત થઈ જાય છે.

લોકોમાં ભયનો માહોલ

ઉલ્લેખનીય છે કે હાલ અમદાવાદમાં જે પરિસ્થિતી સર્જાઈ છે તેના કારણે શહેરીજનો ઘણા હેરાન થઈ રહ્યા છે. તેમા પણ દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. જેના કારણે લોકોમાં હવે ભયનો માહોલ છે. હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા સાથેજ જે દર્દીઓ હોસ્પિટલમાં છે તેમને ઓક્સિજન નથી મળી રહ્યો. આવી પરિસ્થિતી અમાદાવાદના લોકોએ પહેલી વાર જોઈ છે જેના કારણે તેઓ પણ હવે ડરના માહોલ વચ્ચે જીવી રહ્યા છે.

Scroll to Top