અમદાવાદ પોલીસે છાટકા બનેલા નબીરાઓનું સરઘસ કાઢ્યું, રોડ પર જ મંગાવી માફી, વીડિયો

દિવાળીની રાત્રે છાટકા બનીને અમદાવાદના પોશ વિસ્તારમાં આતંક મચાવનારા નબીરાઓને અમદાવાદ પોલીસે સારો એવો શબક આપ્યો છે અને તમામ નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યુ છે જે કદાચ હવે આગામી સમયમાં કાયદો વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા પહેલા સૌ વખત વિચારશે.

અમદાવાદના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર દિવાળીની રાત્રે રસ્તા વચ્ચે દારૂખાનું ફોડી રોડ પર અવરજવર બંધ કરાવનારા અને ખુલ્લેઆમ રિતસરનો આતંક મચાવનારા નબીરાઓને અમદાવાદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. આ તમામ નબીરાઓને અમદાવાદ પોલીસે પકડી પાડ્યા હતા અને જાહેરમાં તેમનું સરઘસ કાઢ્યું હતું ત્યાં જ સિંધુ ભવન રોડ પર તેઓને ઉઠકબેઠક પણ કરાવી હતી. ત્યાં જ તમામ લોકો પાસે માફી પણ મંગાવી હતી.

દિવાળીની રાત્રે અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર આ યુવાનોએ જાણે કે રોડને બાનમાં લીધો હોય તેમ રોડ પર જ ફટાકડા ફોડ્યા હતા, રોકેટ છોડ્યા એટલું નહીં ચાલુ ગાડીએ ગાડી પર ફટાકડા ફોડીને લોકોમાં એક ભયનું વાતાવરણ ઉભું કર્યું હતુ. લોકોને નુકસાન થાય તેવી રીતે યુવાનોએ ફટાકડા ફોડ્યા હતા.

જો કે આમાથી કેટલાક વીડિયો વાયરલ થયા બાદ અંતે પોલીસે ફરિયાદ નોંધી હતી. અને તેમની અટકાયત કરી હતી. અંતે આ યુવાનોની હરકતના વીડિયો વાયરલ થયા બાદમાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.પોલીસએ સોશીયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે સ્કોર્પિયોના રજીસ્ટ્રેશન નંબરના આધારે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે આ સંજોગોમાં આ પ્રકારનું વર્તન કરતા યુવકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવી જરૂરી બને છે. કારણ કે ફટાકડા ફોડવાના કારણે આ સિવાય પણ અનેક જગ્યાએ મારામારીના બનાવો પણ સામે આવ્યાં છે.

Scroll to Top