અમદાવાદ: ભેજાંબાજ બુટલેગરો દારૂનો જથ્થો છુપાવવા માટે નવા નવા કિમીયા કરતા હોય છે. નરોડા વિસ્તારમાં ઝોન-4 ડીસીપીએ લિસ્ટેડ બુટલેગર રામભાઇ પટેલને ત્યાં દરોડો પાડી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, આ દારૂ-બિયર રસોડામાં બનાવેલા હાઇડ્રોલિક સિસ્ટમ ધરાવતા ભોયરામાંથી ઝડપી પાડ્યો હતો.
પોલીસે દારૂ-બિયરની ઝડપી 300 નંગ બોટલ
ઝોન-4 ડીસીપીએ નરોડા પોલીસની જાણ બહાર ક્રોસ રેડ કરાવી રૂ. એક લાખનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો. ત્યાર બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરી હતી. પોલીસે અલગ અલગ બ્રાન્ડના ઈંગ્લિશ દારૂની 156 બોટલ તથા બિયરની 144 બોટલ મળીને કુલ 300 નંગ ઝડપી પાડ્યા હતા.
લિસ્ટેડ બુટલેગર રામ પટેલે મકાનમાં ભોંયરું બનાવી સંતાડ્યો હતો દારૂ
આ અંગે વિગતે વાત કરીએ તો નરોડા વિસ્તારમાં બુટલેગર એવા રામભાઇ પટેલનાં શ્રીપ્રકાશ સોસાયટીમાં આવેલા મકાનમાં ભોયરું બનાવી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી ઝોન-4 ડીસીપી નિરજ બડગુજરને મળી હતી. આથી તેમણે નરોડા પોલીસને રેડમાં રાખવાની જગ્યાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ. અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર જેટલા પોલીસ કર્મચારીઓને સાથે રાખી શ્રીપ્રકાશ સોસાયટીમાં રામભાઇ પટેલને ત્યાં રેડ કરી હતી.
ઈલેક્ટ્રિક બોર્ડમાં ડિસમિસ નાંખવાથી બે ટાઈલ્સ થતી ઉંચી
આ રેડ દરમિયાન ભોંયરામાં તપાસ કરતા આરોપી રામભાઇ પટેલ અને સચ્ચિદાનંદ ઉર્ફે અજય શર્મા મળી આવ્યા હતા. પોલીસથી બચવા માટે આરોપીએ આ હાઇડ્રોલિક ભોંયરું બનાવ્યું હતું. ઇલેક્ટ્રિક બોર્ડમાં ડિસમિસ નાખવાથી રસોડા વચ્ચેની બે ટાઈલ્સ ઊંચી કરીને ભોંયરાનો દરવાજો ખોલવામાં આવતો હતો