AhmedabadNews

અમદાવાદમાં ફરી પોલીસને બદનામ કરતો કિસ્સો સામે આવ્યો, માર નહી મારવાના અને વરધોડો નહી કાઢવાના કોન્સ્ટેબલે માંગ્યા આટલા રૂપિયા

અમદાવાદમા ફરી પોલીસને બદનામ કરતી ઘટના સામે આવી છે. સરદારનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કાયદાનો દુરપ્રયોગ કરતા પકડાયા છે. જેમાં માર નહી મારવાના અને વરધોડો નહી કાઢવાનું જણાવી કોન્સ્ટેબલે સવા લાખ રૂપિયાની માગંણી કરતા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. આ કેસમા પીઆઈની સંડોવણીના આક્ષેપ થતા જ તે દિશામા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

કોરોના કાળ દરમિયાન પોલીસ પર ગ્રહણ લાગ્યુ હોય તેમ અનેક વિવાદો સામે જોવા મળી રહયા છે. હાલમાં જ પીઆઇ ગીતા પઠાણની ધરપકડ કરાઈ હતી. તેના પછી એક મહિલા પીએસઆઇ તેમજ ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા હતા. જ્યારે હવે એફએસએલ રીપોર્ટના મુજબ વધુ એક પોલીસ કર્મચારીને હવે જેલમાં જવાનો વારો આવ્યો છે.

જ્યારે સરદારનગર પોલીસ સ્ટેશનના તાત્કાલીન પીઆઇ એચ પટેલના નામે એક લાખ રૂપિયા માંગનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બાબતમાં કુબેરનગરમા રહેનાર ભરત ઉર્ફે ચિંટુ સોનીએ પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વિરુદ્ધ ભષ્ટ્રાચાર અટકાવવાનો અધિનિમય મુજબ ફરિયાદ દાખલ કરી છે.

આ બાબતમાં ભરત ઉર્ફે ચિંટુ વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ ઉપેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી રહી હતી જેમાં તેને પોલીસ સ્ટેશનમાં માર નહી મારવા અને વરઘોડો નહી કાઢવાના રૂપિયાની માંગણી પણ કરી હતી. ઉપેન્દ્રસિંહે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા એક લાખ રૂપિયા અને પોતાના 25 હજાર રૂપિયાની માંગ કરી હતી. આ દરમિયાન બન્ને વચ્ચેનો ઓડીયો વાયરલ થતા ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરીને ગુનો દાખલ કરતા ઉપેન્દ્રસિંહની ધરપકડ કરી લીધી છે.

મહત્વની વાત એ છે કે, સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહનો વાયરલ થયેલ ઓડિયોકાંડની તપાસ બાદ તેની તાત્કાલીક બદલી કરતા દરિયાપુર પોલીસ સ્ટેશનના પીએસઓમાં કરી દેવામાં આવી છે. ઓડીયોકાંડમાં ડીસીપીએ તપાસ કરીને રીપોર્ટ પોલીસ કમીશ્નર અને જોઇન્ટ કમીશ્નરને આપી હતી જેમાં ઉપેન્દ્રસિંહેએ રૂપિયા માંગ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

આ સિવાય ઉપેન્દ્રસિંહે જે વાતચીત આરોપી સાથે કરી તેની ઓડીયો ક્લીપ સોશિયલ મીડીયા પર વાયરલ થઇ ગઈ હતી. જેમા બન્ને વચ્ચેની વાતચીતની ઓડ઼ીયો ક્લીપને વોઇસ સ્પેકટ્રો ગ્રાફી ટેસ્ટ માટે એફએસએલમાં મોકલાઈ હતી. એફએસએલ દ્રારા વોઇસ સ્પેક્ટ્રો ગ્રાફી ટેસ્ટ કર્યા બાદ તેનો રીપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. એફએસએલના રીપોર્ટ મુજબ, ઓડીયો ક્લીપમાં કોઇ છેડછાડ કરવામાં આવી નહોતી અને તે અવાજ ઉપેન્દ્રસિંહનો હોવાનું જાણવા મળ્યું હતુ.

જ્યારે આ કેસમા ઉપેન્દ્રસિંહની ઓડીયો ક્લિપમાં પીઆઇ ના નામે રૂપિયા એક લાખની માંગણી કરવામાં આવી હતી. જેથી પીઆઈની કોઈ સંડોવણી છે કે નહિ તે મુદ્દે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker