અમદાવાદથી એક સસરાની કાળી કરતુત સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેનારી યુવતી લગ્ન કરી સાસરીમાં રહેવા માટે ગઈ હતી. પરંતુ સાસરીમાં ગયા બાદ પરિણીતાને સસરાની જગ્યાએ એક ખરાબ અનુભવ થયો છે. તેમાં જાણવા મળ્યું છે કે, આ પુત્રવધુ ઘરમાં એકલી હોય ત્યારે એકલતાનો લાભ મેળવવા માટે તેના રૂમમાં તેના સસરા આવી જતા હતાં. તેના સિવાય સસરા પુત્રવધૂને અંગત ભાગમાં સ્પર્શ કરતા અને અનૈતિક માગણી પણ કરતા હતા. હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ઘરના ઝઘડાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાલમાં રહેનાર 30 વર્ષીય યુવતીના લગ્ન મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી યુવક સાથે લગ્ન કરવામાં આવ્યા હતાં. લગ્ન પહેલા સાસરિયાંઓએ યુવતીના યુવક સાથે લગ્ન કરાવવા માટે તેમજ ઘર બનાવવા માટે રૂ. 25 લાખ માંગણી કરી હતી. જે પૈસા યુવતીના પિતાએ આપ્યા પણ હતા.
તેમ છતાં પૈસા આપ્યા હોવા છતાં તેઓના લગ્ન કર્યા નહોતા. લગ્ન બાદ પૈસા પરત ન આપવા પડે તેના માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું સાસરિયાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં રહેનાર પરિણીતાના સાસુ, સસરા, પતિ તેમજ ઉત્તરપ્રદેશમાં મોટા કાકા સસરા અને કચ્છમાં રહેનાર તેના કાકા સસરાએ પણ અવારનવાર આ બાબતે તેને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું.
જ્યારે પરિણીતા તેના રૂમમાં એકલી હોતી ત્યારે સસરા તેના રૂમમાં આવી શરીરના ભાગે સ્પર્શ કરતા જતા તેમજ અણછાજતું વર્તન પણ કરવા લાગતા હતા. તેની સાથે અવારનવાર પૈસાની પણ માગણી કરી દબાણ પણ કરતા હતા.
અંતે કંટાળીને પરિણીતાએ પતિ, સાસુ, સસરા, મોટા કાકા સસરા, કાકા સસરા સહિત 8 લોકો સામે શારીરિક માનસિક ત્રાસ અને દહેજમાં પૈસા પડાવવા માટે દબાણ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરિણીતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જ્યારે પોતે રૂમમાં એકલી હોય ત્યારે તેના સસરા રૂમમાં આવી તેના શરીરે સ્પર્શ કરવા લાગતા હતા.