અમદાવાદમાં પૂર્વ એરહોસ્ટેસ અને પ્રેગ્નન્ટ પત્નીને હોસ્પિ.માં છોડી ભાગ્યો પતિ, લેતો ગયો પાસપોર્ટ

અમદાવાદઃ સમાજમાં પુત્ર લાલસા, દહેજની લાલચ અને લગ્નેતર સંબંધો સુખી સંસારને વેરણ-છેરણ કરી નાંખે છે. તાજેતમાં શહેરમાં એક આવી જ ઘટના સામે આવી છે. મૂળ જુનાગઢની રહેવાસી અને પૂર્વ એરહોસ્ટેસ મહેઝબીન(નામ બદલ્યું છે)એ પતિ અફઝલ(નામ બદલ્યું છે) પર લગ્નેતર સંબંધોનો આરોપ મુકી દહેજ માંગવા અને એબોર્શન માટે દબાણ કરવાને લઈ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં યુવતીએ પતિ પર માર મારી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ છોડીને ભાગી જવાનો અને પીડિતાનો પાસપોર્ટ લઈ દુબઈ નાસી જવાના આરોપ લગાવ્યા છે.

પ્રેમમાં પડ્યા બાદ કર્યા લગ્ન<

આ અંગે વિસ્તારથી વાત કરીએ તો જુનાગઢની 22 વર્ષીય ખૂબસૂરત યુવતીને ગો એરમાં એર હોસ્ટેસ તરીકે કામ કરવાની તક મળી અને તે દરરોજ અમદાવાદ એરપોર્ટથી અવર જવર કરતી હતી. તે કામ પતાવીને જ્યારે ઘરે જતી ત્યારે ત્યાં કામ કરતા એક યુવક સાથે આંખો મળી ગઈ અને તેની સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ પતિ-પત્ની દુબઇ ચાલ્યા ગયા હતા.

પત્નીની હાર્ટબિટના આધારે નક્કી કરતો ગર્ભમાં દિકરો છે કે દીકરી

આ દરમિયાન તે ગર્ભવતી બની અને તેના કારણે તેનો પતિ તેને સતત પરેશાન કરવા લાગ્યો. પત્નીના ગર્ભમાં દિકરો છે કે દીકરી તે જાણવા માટે તે ડૉકટર પાસે રોજ ચેકઅપ કરાવતો હતો અને હાર્ટબિટ ચેક કરીને ગૂગલમાં ચેક કરતો હતો કે 160 હાર્ટબિટ હોય તો દિકરો આવશે કે દીકરી તે અંગે ચેક કરતો હતો અને તે આકલનના આધારે સતત તેને પરેશાન કરતો હતો.

પ્રેગ્નન્ટ પત્નીને માર મારી કરી બેભાન, હોસ્પિટલમાં છોડી નાસી છૂટ્યો

ત્યાર બાદ એક દિવસ પરિણીતાને માર મારતા તે બેભાન બની ગઇ અને તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવી પડી હતી. જ્યાંથી તેનો પતિ તે જ હાલતમાં મુકીને ફરાર થઇ ગયો હતો. માત્ર એટલું જ નહીં, તે તેની સાથે પત્નીનો પાસપોર્ટ લઈને દુબઈ ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર મામલે પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, લગ્ન બાદ તેઓ દુબઇ જતા રહ્યા અને ત્યાં વિઝિટર વિઝા પર રહેવા લાગ્યા હતા તે સમયે મહેઝબીન ગર્ભવતી થઇ અને તેણીએ બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું. પરંતુ તેનો પતિ તેનો વિરોધ કરતો હતો. આથી કંટાળીને પરિણીતા તેની માતાના ઘરે જુનાગઢ આવી ગઈ, પરંતુ ત્યાં તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ જેમ તેમ કરીને અમદાવાદ આવવાનુ નક્કી કરી લીધું હતું.

પતિ અન્ય યુવતી સાથે લિવ-ઈનમાં રહ્યો હોવાનો પત્નીનો આરોપ

આ યુવતી અમદાવાદ આવ્યા બે મહિના બાદ તેનો પતિ અસ્વાદ અમદાવાદ આવ્યો અને તેને બાળક રાખવાની ના પાડી.આ દરમિયાન પરિણીતા તેને કહ્યું કે આ બાળક મારે જોઇએ જ છે. માત્ર એટલું જ નહીં, મહેઝબીને પતિ પર અન્ય યુવતી સાથે લિવ-ઈનમાં રહેવાનો પણ આરોપ મુક્યો હતો. આ બધું ચાલી રહ્યુ હતું તે સમયે તેની પાસે દોઢ લાખ રૂપિયાની પણ માંગણી પણ કરી હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here