AIIMs ના ડોકટરો કહ્યું – આ કારણે ફેલાઈ રહ્યું છે બ્લેક ફંગસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health) બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એપીડેમિક ડીઝીઝ એક્ટ 1897 હેઠળ મ્યુકોર્માયકોસિસ (Mucormycosis) અથવા બ્લેક ફંગસને એક નોંધપાત્ર (મહામારી) રોગ તરીકે જાહેર કરવા અપીલ કરી છે. આ દરમિયાન, દિલ્હી એમ્સ (delhi aiims) ના ડોકટરોએ જણાવ્યું હતું કે કાળી ફૂગ (બ્લેક ફંગસ) હવે માત્ર ડાયાબિટીઝ અથવા સ્ટેરોઇડ્સ (Steroids) સુધી જ મર્યાદિત નથી, પરંતુ દર્દીઓની સંખ્યામાં અચાનક વધારા માટે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જવાબદાર છે. ડોકટરોએ કહ્યું કે કોરોનાના નવા સ્ટ્રેનને કારણે દેશને આ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી એઇમ્સમાં છેલ્લા એક અઠવાડિયામાં બ્લેક ફંગસ ના 75 થી 80 દર્દીઓ દાખલ થયા છે, જેમાંથી 30 દર્દીઓ હાલત ખૂબ જ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જયારે, મેક્સ મેનેજમેન્ટે દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની હોસ્પિટલોમાં બ્લેક ફંગસના 50 દર્દીઓ દાખલ છે. એઈમ્સ ન્યુરોલોજી વિભાગના એચઓડી ડૉ. એમવી પદ્માના અનુસાર, બ્લેક ફંગસનો પ્રકોપ હજી પણ અનિયંત્રિત ડાયાબિટીસ અને સ્ટીરોઇડ્સના અતિશય ઉપયોગનું પરિણામ હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હવે પરિસ્થિતિ જુદી છે. બ્લેક ફંગસને પ્રોત્સાહન આપવા માટે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન પણ ઘણો મદદરૂપ છે.

તમને જણાવી દઈએ કે દિલ્હી સરકારે બ્લેક ફંગસના રોગની વધતી અસરોને રોકવા માટે કેમ્પ ઑફિસમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે બ્લેક ફંગસના દર્દીઓની સારવાર માટે દિલ્હીની ત્રણ હોસ્પિટલો એલએનજેપી, જીટીબી અને રાજીવ ગાંધી હોસ્પિટલમાં ડેડિકેટેડ ટ્રીટમેંટ સેન્ટર બનાવવામાં આવશે.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, બ્લેક ફંગસથી બચાવવા માટે દિલ્હીની જનતાને જાગૃત કરવામાં આવશે. દેશની રાજધાની હોવાને કારણે દિલ્હીમાં વધુ સંખ્યામાં દર્દીઓઆવી શકે છે. આરોગ્ય વિભાગે માહિતી આપી હતી કે બ્લેક ફંગસના દર્દીઓની સારવાર માટે પૂરતા પ્રમાણમાં દવાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

કમજોર ઇમ્યૂનિટીના લોકોને કરે છે પ્રભાવ

કોવિડ19ના દર્દીઓને આ રોગ થવાની સંભાવના રહે છે જ્યારે બ્લેક ફંગસથી મૃત્યુદર 75 ટકા છે. આ સંક્રમણ મગજ, ફેફસા અને સાઇનસને પ્રભાવિત કરે છે. મધુપ્રમેહના રોગીઓ તેમજ કમજોર ઇમ્યૂનીટીના લોકો માટે જીવલેણ થઇ શકે છે. ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના ઇએનટી રોગ ચિકિત્સક ડૉક્ટર સુરેશ સિંહે કહ્યું કે યકૃત રોગ, મધુપ્રમેહ, વૃદ્ધાવસ્થા, જેવા રોગીઓને સ્ટીરોઇડ આપવામાં આવે છે જેના કારણે તેમની ઇમ્યૂનીટી ઘટી જાય છે. તેમણે કહ્યું કે મ્યૂકરમાઇકોસિસના ઇલાજમાં ઉપયોગ થનારી દવાઓના ગંભીર સાઇડ ઇફેક્ટ છે અને તેના કારણે શરીરમાં અન્ય સમસ્યા થાય છે.

બ્લેક ફંગસના લક્ષણો

  • નાકમાંથી કાળું દ્રવ્ય કે લોહી નીકળવું
  • નાક બંધ થઈ જવું
  • માથાનો દુખાવો અથવા આંખ દુખવી
  • આંખોની આસપાસ સોજો આવવો, ધૂંધળું દેખાવું, આંખો લાલ થવી, આંખોની રોશની જવી, આંખો
  • બંધ કરવા કે ખોલવામાં પરેશાની
  • ચહેરો સુન્ન થઈ જવો, ચહેરા પર કરચલીઓ લાગવી
  • મોં ખોલવામાં પરેશાની થવી.

એમ્સના દિશાનિર્દેશ અનુસાર બ્લેક ફંગસના લક્ષણો પર નિયમિત દેખરેખ રાખવી જોઈએ અને જો કોઈ ભાગમાં દર્દ થાય તે ઉપરાંત દાંત પડી રહ્યાં હોય અથવા તો મોંની અંદર સોજા હોય અથવા તો કાળો ભાગ દેખાતો હોય તો ડોક્ટરની સહાય લેવી જોઈએ.

Scroll to Top