ટેલિકોમ કંપની ભારતી એરટેલે પોતાની ટીવી એપનું નવું એડિશન લોન્ચ કર્યું છે. કંપનીનું કહેવું છે કે ભારતના ઝડપથી આગળ વધતાં સ્માર્ટફોન બજારમાં ગ્રાહકોને પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠ મનોરંજન અનુભવ આપવા માટે આ પગલું લીધું છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર એરટેલ ટીવી એપમાં 29 એચડી ચેનલો સહિત 300 લાઇવ ટીવી ચેનલ છે. તેના ગ્રહક 6000 થી વધુ ફિલ્મો તથા લોકપ્રિય શો તથા શ્રેત્રીય ભાષાનું કન્ટેન્ટ પણ જોઇ શકાશે. તેમાં એચઓક્યુ, ઇરોઝ નાઉ અને સોની લિવનું કન્ટેન્ટ પણ જોઇ શકાશે. આ એપ આઇઓએસ અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ એપ એરટેલના પ્રિપઇડ અને પોસ્ટપેઇડ ગ્રાહકો માટે આ ટીવી એપ જૂન 2018 સુધી ફ્રી હશે.
આ એપમાં 15 ભાષાઓનું કન્ટેન્ટ મળશે. તેમાં અંગ્રેજી, હિન્દી, પંજાબી, બંગાળી, ગુજરાતી, તમિલ તેલુગુ અને કન્નડ ભાષાના પ્રોગ્રામ પણ જોઇ શકાશે.