દુનિયાની સૌથી ભૂતિયા જગ્યા જો તમને પણ હોન્ટેડ અને હોરર મૂવી જોવી ગમતી હોય તો તમને એવી જગ્યાઓ અંગે જાણતા જ હશો જે હોન્ટેડ પ્લેસ તરીકે જાણીતી હોય. વિશ્વભરમાં એવા ઘણાં સ્થાન છે, જ્યાં ભલભલા લોકો જવાથી ગભરાય છે.
એવું જ એક ગામ રશિયાના ઉત્તર ઓસેટિયાના ખાતે વિરાન વિસ્તારમાં આવેલું છે. આ ગામનું નામ ‘દર્ગાવ્સ’ છે. આ જગ્યાને ‘સિટી ઓફ ધ ડેડ’ એટલે ‘મડદાઓનું શહેર’ તરીકે પણ ઓળખાય છે. આ જગ્યા 5 ઊંચા પહાડોથી ઘેરાયેલી છે.
જેમાંથી કેટલીક 4 માળ કરતાં પણ વધારે ઊંચી છે. આ દરેક ઇમારતના દરેક માળમાં મૃતદેહો દફન કરાયા છે. જે ઇમારત જેટલી ઊંચી છે તેમાં તેટલાં જ વધારે શબ દફનાવવામાં આવ્યાં છે. આ દરેક કબર લગભગ 16મી સદી સાથે સંબંધિત છે.
આ ઇમારત એક પરિવાર વિષેશ સાથે સંબંધિત છે જેમાં માત્ર તે જ પરિવારનાદરેક કબર લગભગ 16મી સદી સાથે સંબંધિત અહીં સફેદ પથ્થરોથી બનેલી ઘણી જેલ જેવી ઇમારતો છે. સભ્યોને દફનાવવામાં આવ્યાં છે.
ઇમારતોમાં જતાં લોકો ક્યારેય પાછા આવતાં નથી. આ સ્થાન વિશે અહીંના સ્થાનીક લોકોની અનેક માન્યતા છે કે પહાડો વચ્ચે આવેલ આ ઇમારતોમાં જતા લોકો ક્યારેય પાછા આવતાં નથી. આ જ માન્યતાઓના કારણે અહીં ભાગ્યે જ કોઈ ટૂરિસ્ટ જવાની હિંમત કરે છે.
તેમજ આમ પણ આ જગ્યાએ પહોંચવું કોઇ રમત વાત નથી. કોઈ હોલિવુડની ઐતિહાસિક ફિલ્મની જેમ પહાડો વચ્ચે પાતળા રસ્તાઓ પરથી પસાર થઇને આ જગ્યા સુધી પહોંચવામાં ઘણો સમય લાગે છે. તેમાં પણ અહીં સતત બદલાતું રહેતું વાતાવરણ રસ્તામાં અડચણ ઉભી કરે છે.
પુરાતત્વવિદોને વધારે રસ છે. આ સ્થાનમાં પુરાતત્વવિદોને વધારે રસ છે, જેના લીધે તે લોકોએ અહીં થોડી એવી વસ્તુઓ શોધી કાઢી છે જે આજે પણ એક રહસ્ય બનેલી છે. જેમ કે અહીં દફન શબને હોડીના આકારવાળા લાકડાના બોક્સમાં દફનાવવામાં આવી છે.
જે એક રહસ્ય છે કે અહીં દૂર-દૂર સુધી નદી ન હોવા છતાં આ હોડીઓ કઈ રીતે અહીં આવી. કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે હોડીના આકારવાળા બોક્સમાં શબને દફનાવવા પાછળ એવી માન્યતા હશે કે આત્માને સ્વર્ગ સુધી પહોંચવા માટે નદી પાર કરવી પડે છે. તેથી હોડી આકારના લાકડાના બોક્સમાં દફનાવવામાં આવતા નદી પાર કરવામાં મદદ મળે છે.
પાણી નથી પણ દરેક ઈમારત સામે એક રહસ્યમય કુવો પુરાતત્વવિદોને દરેક ઈમારત સામે એક કુઓ પણ મળ્યો છે જોકે આ કુવામાં પાણી જ નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે પોતાના પરિજનોને દફનાવ્યાં પછી લોકો આ કુવામાં સિક્કાઓ ફેંકતાં હતાં. જો સિક્કો તળિયામાં રહેલાં પથ્થરો સાથે અથડાય અને અવાજ આવે તો તેનો અર્થ એવો માનવામાં આવતો કે આત્મા સ્વર્ગ સુધી પહોંચી ગઇ છે.