કાળા પાણીની સજામાં એવું તો શું હતું જેના નામથી ભલભલા કેદી કંપી ઉઠતા હતા, જાણો સમગ્ર વિગત

ભૂતકાળમાં કાળા પાણીની સજા એક એવી સજા હતી કે જેના નામથી કેદીઓ પણ ધ્રુજતા હતા. તે જેલ સેલ્યુલર જેલના નામે જાણીતી હતી. આજે પણ લોકો તેને આ નામથી જ ઓળખે છે. કાળા પાણીની સજા ભૂતકાળની એવી સજા હતી કે જેના નામે કેદીઓ ધ્રુજતા હતા. જો કે આ એક એવી જેલ હતી જેને લોકો સેલ્યુલર જેલ તરીકે ઓળખતા હતા.

આજે પણ લોકો તેને આ નામથી જ ઓળખે છે. તમને જણાવી દઈએ કે આ જેલ આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેરમાં બનાવવામાં આવી છે. તે ભારતની આઝાદીની લડતના લડવૈયાઓને કેદ કરવા માટે બ્રિટિશરો દ્વારા બનાવવામાં આવી હતી.

જે ભારતની ભૂમિથી હજારો કિલોમીટર દૂર છે. કાળા પાણીનો અર્થ સાંસ્કૃતિક શબ્દ કાળ પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે જેનો અર્થ થાય છે સમય અથવા મૃત્યુ. એટલે કે કાળા પાણી શબ્દનો અર્થ મૃત્યુનું સ્થળ છે જ્યાંથી કોઈ પાછું આવતું નથી.

અંગ્રેજોએ આ જેલને સેલ્યુલર નામ આપ્યું. જેની પાછળ એક આશ્ચર્યજનક કારણ છે. સેલ્યુલર જેલ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ પર અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા અત્યાચારોની મૂક સાક્ષી છે. આ જેલનો પાયો 1897માં નાખવામાં આવ્યો હતો અને તેનું કામ 1906 માં પૂર્ણ થયું હતું.

આ જેલમાં કુલ 698 કોઠરી હતી અને દરેક કોઠરી 15×8 ફૂટની હતી. આ કોઠરીમાં 3 મીટરની ઊંચાઈ પર સ્કાયલાઇટ બનાવવામાં આવી હતી જેથી કોઈ કેદી બીજા કેદી સાથે વાત ન કરી શકે. આ જેલ ઊંડા સમુદ્રથી ઘેરાયેલી છે જેની આસપાસ ઘણા કિલોમીટર સુધી માત્ર અને માત્ર દરિયાનું પાણી દેખાય છે. તેને પાર કરવું કોઈ માટે સરળ નહોતું.

આ જેલની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેની સીમા દિવાલ ખૂબ નાની બનાવવામાં આવી હતી. જેને કોઈપણ સરળતાથી પાર કરી શકે છે પરંતુ તે પછી જેલમાંથી ભાગી જવું લગભગ અશક્ય હતું. કારણ કે આવો પ્રયાસ કરનાર કેદી તે દીવાલ પાર કરશે તો સીધો તે દરિયામાં પડી જશેેે અને તે ડૂબીને મરી જશે.

અહીં દરેક કેદી માટે એક અલગ કોઠરી હતી અને દરેક કેદીને અલગ રાખવામાં આવ્યા હતા. જેથી તેઓ એકબીજા સાથે વાત ન કરી શકે. આવી સ્થિતિમાં કેદીઓ સંપૂર્ણપણે એકલા પડી જતા હતા અને તે એકલતા તેમના માટે સૌથી ભયંકર હતી.

કહેવાય છે કે આ જેલમાં ઘણા ભારતીયોને ફાંસીની સજા આપવામાં આવી હતી. આ સિવાય અન્ય કારણોસર પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. પરંતુ તેનો રેકોર્ડ ક્યાંય હાજર નથી. આ કારણોસર આ જેલને ભારતીય ઇતિહાસમાં એક કાળો અધ્યાય કહેવામાં આવે છે.

Scroll to Top