કોરોના સામેની જંગમાં લડવા બોલિવુડના સિંઘમ અજય દેવગણે કરી આટલા કરોડની મદદ

દેશમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે. હોસ્પિટલમાં ઓક્સિજન અને બેડની અછત જોવા મળી રહી છે. ઓક્સિજનને લઈને આ વર્ષે જેટલો હાહાકાર દેશમાં જોવા મળ્યો છે તેટલો કોરોનાની પહેલી લહેરમાં જોવા મળ્યો હતો નહિ. તે દરમિયાન સરકારે ઓક્સિજનની અછતની ભરપાઈ કરવા માટે ઘણા પગલાં ભર્યા છે.

બોલિવુડમાં પણ ઘણા સેલિબ્રિટી સંકટના સમયમાં મદદ માટે આગળ આવ્યા છે. બોલિવુડમાં કોઈ લોકોને ભરપેટ જમાડીને મદદ કરી રહ્યું છે તો કોઈ સીએમ રાહત ફંડમાં આર્થિક મદદ કરી રહ્યું છે. બીજી તરફ, સોશિયલ મીડિયા દ્ધારા ઘણા બોલિવુડ સ્ટાર્સ સંસાધનો ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેવામાં હવે અજય દેવગણનું નામ પણ તેમાં સામેલ થઈ ગયું છે.

અજય દેવગણે બોલિવુડના પોતાના સહયોગીઓની મદદથી મુંબઈ નગર નિગમને એક કરોડની રકમ દાન કરી છે. તેની મદદથી 20 કોવિડ બેડ્સ બનાવવા માટે મદદ મળી છે. તે મુંબઈના શિવાજી પાર્કના એરિયામાં બનાવવામાં આવશે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ રકમ અજય દેવગણની સંસ્થા એનવાય ફાઉન્ડેશન દ્ધારા દાન કરવામાં આવી છે. આ વિશે બિગબોસના કન્ટેસ્ટન્ટ વિંદુ દારા સિંહે ટ્વિટર પર પોસ્ટ લખી છે.

આ કોવિડ બેડ્સ આઈસિયુમાં પેરા-મોનિટર, વેન્ટિલેટર, ઓક્સિજન સહિત તમામ જરૂરી સેવાઓ સાથે ઉપલબ્ધ હશે. આ આઇસીયુને પી ડી હિન્દુજા હોસ્પિટલ, બીએમસી, બોલિવુડના પરસ્પર સહયોગથી બનાવવામાં આવશે. અજય દેવગણ દ્ધારા કરવામાં આવેલ આ મોટી મદદનાં બધા વખાણ કરી રહ્યા છે.

Scroll to Top