આજે આ રાશિઓ પર બની રહેશે હનુમાનજીની કૃપા દ્રષ્ટિ, થશે દરેક દુઃખ દૂર, બસ કરી લો આ ઉપાય

આજે મંગળવાર એટલે કે મહાબલી હનુમાનજીનો વાર માનવામાં આવે છે હનુમાનજી ભક્તો ની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. તે ખુબજ ભોળા છે ત્યારે આજે હનુમાનજી 12 રાશિઓ પર પોતાની કૃપા દ્રષ્ટિ દર્શાવી છે.

જો તમે પણ આ ખાસ સંયોગ નો લાભ લઇ શકો છો જો તમે તમારી રાશી પ્રમાણે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે ના ઉપાયો કરો તો તમે બજરંગબલીનાં સૌથી મનપસંદીદાર જાતક બની શકો છો. આવો જાણીએ રાશિ પ્રમાણેના ઉપાય.

મેષ રાશિ

આ રાશિના સ્વામી મંગળ છે. મંગળથી સંબંધિત દ્રવ્ય કંકૂ હનુમાનજીને લગાવવામાં આવે તો આ રાશિના જાતકોની અધૂરી ઇચ્છા પૂરી થાય છે. મંગળનો સંબંધ લોહીથી પણ છે. ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો હનુમાનજીને સવા કીલો લાડવા ચઢાવવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

સ્વભાવની ઉગ્રતા પર સંયમ રાખવાની સલાહ આપે છે. શારીરિક, માનસિક અસ્વસ્થતા અનુભવ કરશો. વધુ પરિશ્રમ છતાં સફળતાથી નિરાશા ઊભી થશે.

વૃષભ રાશિ

આ રાશિના સ્વામી શુક્ર છે. 24 કલાક સુધી સુગંધિત અગરબત્તી અને ઘીનો દીવો પ્રગટાવી રાખવો. અભ્યાસમાં નબળા હોય તેવા જાતકોએ આ દિવસે શ્રી હનુમાનાષ્ટકનો પાઠ કરવો. ચમેલીના તેલમાં ગુલાલ લગાવી હનુમાનજીને અર્પણ કરો. તમે દરેક કામ દ્રઢ આત્મવિશ્વાસ અને અટલ મનોબળની સાથે કરી તેમાં સફળતા મેળવી શકશો. પિતા કે પૈતૃક સંપત્તિથી લાભ થશે.

મિથુન રાશિ

આ રાશિના સ્વામી બુધ છે. લાલ પુષ્પની સાથે અપરાજિતાનું પુષ્પ હનુમાન જીને ચઢાવો અને એમને વસ્ત્ર અર્પણ કરો. જે લોકો રોગથી પરેશાન છે તેઓ શ્રી હનુમાન બાહુકનો પાઠ કરો. વિદ્યાર્થી આ દિવસે હનુમાનના મંદિરે એક ધાર્મિક પુસ્તકનું દાન કરવું. નવી યોજનાઓને અમલમાં લાવવા માટે શુભ દિવસ હોવાનું જણાવે છે. નોકરીયાત લોકોને પદાધિકારીઓ તરફથી પરિશ્રમનું ઘણું સારું ફળ મળશે.

કર્ક રાશિ

આ રાશિના સ્વામી ચંદ્રમા છે. ચંદ્રમાનો સંબંધ ભગવાન શિવ સાથે પણ છે. તેથી રુદ્રાવતાર શ્રી હનુમાનજીને શિવપુરાણ અર્પણ કરો તથા એનો પાઠ કરો. લાલ પુષ્પ અને ચમેલીના ફૂલ અર્પણ કરો. શ્રી બજરંગ બાળનો પાઠ કરવો, ગેરસમજ અને નકારાત્મક વ્યવહાર તમારા મનમાં ગ્લાનિનો ભાવ ઉત્પન્ન કરશે, સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. પારિવારિક સભ્યોની સાથે મતભેદ થશે.

સિંહ રાશિ

આ રાશિના સ્વામી સૂર્ય છે. સૂર્ય શ્રી હનુમાનજીના ગુરુ પણ છે. શ્રી સુંદરકાંડની સાથે સાથે શ્રી આદિત્ય હ્રદયસ્તોત્રનો પાઠ કરવો. શ્રી બજરંગબલીને પ્રસન્ન કરવા માટે શ્રી રામ નામનો જાપ કરો. આજે તમારા અહંકારને કારણે ઝઘડો થવાની શક્યતા છે. શારીરિક અને માનસિક ચિંતાની સાથે આજનો દિવસ વ્યતિત થશે.

કન્યા રાશિ

આ રાશિના સ્વામી બુધ છે. શ્રી હનુમાન ચાલીસાનો 108 વખત પાઠ કરવો. શ્રી રામરક્ષા સ્તોત્રનો પણ પાઠ કરવો. આજે કોઈપણ કામ સંબંધમાં આત્મ વિશ્વાસની સાથે તાત્કાલિક નિર્ણય લઈ શકશો. પિતા અને વૃદ્ધોનો સહકાર મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

તુલા રાશિ

આ રાશિના સ્વામી શુક્ર છે. સુગંધિત અગરબત્તી પ્રગટાવી ઘીનો દીવો પ્રજ્જવલિત કરો અને લાલ પુષ્ત તથા કંકુ બજરંગબલીને ચઢાવો. ગૃહસ્થ જીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિ થશે. આવકમાં વૃદ્ધિનો યોગ છે. ઓફિસ, વ્યવસાયના ક્ષેત્રમાં અનૂકૂળ વાતાવરણ રહેશે.

વૃશ્ચિક રાશિ

આ રાશિના સ્વામી મંગળ છે. શનિના પ્રકોપથી બચવા માટે તલના તેલથી દીવો પ્રગટાવવો અને શ્રી સુંદરકાંડનો પાઠ કર્યા બાદ મંદિરમાં પ્રસાદ વહેંચવો. તમારા બધા કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થતા જણાશે. ગૃહસ્થ જીવનમાં આનંદ અને સંતોષ અનુભવાશે. સ્વાસ્થ્ય સારું રહેશે. સમાજમાં માન-સન્માન મળશે.

ધન રાશિ

આ રાશિના સ્વામી ગુરુ છે. શ્રી રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો.શ્રી હનુમાનજીને શ્રી રામ કથાનો કોઇ પ્રિય પ્રસંગ સંભળાવવો અને મંદિરમાં શ્રી રામચરિતમાનસનું દાન કરવું, શરીરમાં થાક, અણગમો અને બેચેની રહેશે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે, મન ચિંતાથી વ્યાકુળ રહેશે, પ્રવાસ -યાત્રા સ્થગિત કરવાની સલાહ આપે છે. સંતાનોના વિષયમાં ચિંતા ઉત્પન્ન થશે.

મકર રાશિ

આ રાશિના સ્વામી શનિ છે. શનિના પ્રકોપથી બચવા માટે હનુમાનજી સમક્ષ તલના તેલનો દીપક પ્રગટાવી શ્રી સુંદરકાંડનો પાઠ કરવો, તમને નકારાત્મક વિચારોથી દૂર રહેવા અને ખાવા-પીવામાં ધ્યાન રાખવાની સલાહ આપે છે. અચાનક ખર્ચ થશે. ચિકિત્સાની પાછળ ખર્ચ થવાની શક્યતા છે.

કુંભ રાશિ

આ રાશિના સ્વામી શનિ છે. આ રાશિના લોકો હનુમાનજીને રામ નામની માળા પહેરાવો. શ્રી હનુમાન ચાલીસાનો 108 વખત પાઠ કરવો, પ્રેમ, રોમાન્સ, પ્રવાસ, પર્યટન અને મનોરંજન દિવસનો એક ભાગ બની જશે. કુંટુંબીજનો અને મિત્રોની સાથે ક્યાંક ભોજન કરવાની તક આવશે. સારા વસ્ત્રો, આભૂષણ અને વાહન પ્રાપ્તિના યોગ છે.

મીન રાશિ

આ રાશિના સ્વામી ગુરુ છે. શ્રી હનુમાન જયંતીના દિવસે સુંદરકાંડની સાથે સાથે શ્રી રામચરિતમાનસના અરણ્યકાંડનો પાઠ કરવો, દૈનિક કાર્ય પૂરા થશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સ્વભાવમાં ઉગ્રતા રહેશે. જેનાથી વાણી અને વ્યવહારમાં સંભાળીને કાર્ય કરવાની સલાહ આપે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top