આજે સૌથી સારો યોગ એટલે કે પુષ્પનક્ષત્ર છે. એવુ કહેવાય છેકે આજના આ મહાયોગ ના દિવસે મોટા ભાગના લોકો સોનું ખરીદતાં હોય છે. ગુરુ પુષ્યનક્ષત્રમાં સોનું ખરીદવાથી ઘણાં લાભ થાય છે. વર્ષમાં 10થી 12 વખત આ યોગ આવે છે.
પણ શારદીય પુષ્યનક્ષત્ર હોવાથી વધારે લાભકારી છે. કહેવાય છે કે પુષ્યનક્ષત્રમાં મા લક્ષ્મીનો જન્મ થયો હોવાનું શાસ્ત્રો કહે છે તેથી વધારે શુભ બને આ યોગ. દિવાળીનો પ્રારંભ જ ધનતેરથી માનવામા આવે છે, જે આ વર્ષ 25 ઓક્ટોબરે છે. આ પ્રતિવર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિમાં આવે છે. આ દિવસ આપણે ખરીદી કરીએ છીએ, જે આપણા માટે શુભ હોય છે અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર હોય છે.
લોકોમાં એવી માન્યતા છે કે, આ દિવસે શુભ વસ્તુઓની ખરીદી કરવાથી લક્ષ્મી માતાની કૃપા તેમના પરિવાર પર થાય છે અને વર્ષ દરમિયાન આર્થિક સ્થિતિ સારી રહી છે. ધનતેરસ પર તમે પણ ખરીદી કરશો, એવામાં તમને ખબર હોવી જોઈએ કે, કઈ વસ્તુઓ તમારા માટે શુભ અને મંગળકારી છે અને કઈ વસ્તુ તમારે ખરીદવી ના જોઇએ.ધનતેરસના દિવસે સોના અથવા ચાંદીના સિક્કા ખરીદો, તેના પર લક્ષ્મી માતા અને ગણેશ જીનો ચિત્ર બનેલો હોય છે. આ સિક્કાની દિવાળીના દિવસે વિધિપૂર્વક પૂજા કરો અને પોતાની તિજોરીમાં મૂકી દો. આ તમારા ધન-સંપત્તિ માટે ફળદાયી થશે. ધનતેરસના દિવસે તમે 11 ગોમતી ચક્ર ખરીદી શકો છો. આ શુભકારી હોય છે.
આ પરિવારજનોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને વધારે છે.દિવાળીના દિવસે આની પૂજા કરો અને પીતામ્બર એટલે પીળા વસ્ત્રમાં બાંધીને તિજોરી વગેરેમાં મૂકી દો. ધનતેરસના દિવસે આખો ધાણા ખરીદવાનો રિવાજ છે. આને દિવાળીના દિવસે લક્ષ્મી પૂજાના સમયે માતાને અર્પિત કરે.પછી તેના કેટલાક દાણા કૂંડામા વાવી દો. તેમા જો સ્વાસ્થ્ય અંકુર નિકળે છે તો આખું વર્ષ તમારી સ્થિતિ સારી રહેશે. જો છોડ સામાન્ય અને પાતળો છે તો તમારી આખા વર્ષની આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.ધનતેરસના દિવસે દેવતાઓના વૈદ્ય ધનવન્તરિની પૂજા થાય છે, તેમના પ્રિય ધાતુ પીતળ છે.
તેથી ધનતેરસના દિવસે પીતળના વાસણ ખરીદવા શુભ માનવામા આવે છે. દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા માટે ધનતેરસના દિવસે જ માતા લક્ષ્મી અને ગણેશજીની પ્રતિમા ખરીદી લેવી જોઇએ. તમારા માટે સંભવ થાય તો ચાંદીની મૂર્તિ ખરીદો અથવા માટીની મૂર્તિઓ અથવા તસ્વીર ખરીદી શકો છો. પૂજા પછી આ મૂર્તિને તિજોરી વગેરેમાં રાખી દો. કહેવામા આવે છે કે, સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થાય છે. અસલમાં સાવરણીથી આપણે ઘરની સફાઇ કરીએ છીએ અને તેનાથી ઘરની નકારાત્મકતા બહાર થઇ જાય છે, તેથી આનો મહત્વ વધારે છે.
જે લોકો ધંધાર્થી છે, તેમને નવા ખાતા અને વહી ખાતા બુકો ખરીદવી જોઈએ. દિવાળીના દિવસે તેમનુ પૂજન કરવું જોઈએ. ધનતેરસના દિવસો, લોખંડ, કાચની બનેલી વસ્તુઓ, સ્ટીલ, કાળા રંગની વસ્તુઓ, ગાડીઓ, ધારદાર હથિયાર, નકલી સોનું, તેલ, ગિફ્ટ અને એલ્યુમિનિયમના વાસણ ખરીદવા જોઇએ નહીં. આનાથી તમારા ગ્રહો પર આની ખરાબ અસર થશે. જ્યારે પણ કોઇ વાસણ ખરીદીને લાવો ત્યારે તેમા અનાજ વગેરે રાખીને લાવો. ખાલી વાસણ ઘરમાં લાવવું જોઇએ નહીં. જો તમે આ દરેક વાત ને અનુષરસો તો આવતું નવું વર્ષ સૌથી તમારું ખુબજ સારું રહેશે.