આજે રાજકોટમાં ઠેર ઠેર વરસાદ હજુ પણ રાજ્યના આટલાં તાલુકામાં થશે મેઘરાજા મહેરબાન,જાણો વિગતે….

બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળશે. જેના કારણે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે.રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર જોવા મળી છે. ત્યારે રાજ્યના જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરમાં આવેલ ગિરનાર પર્વત પર વરસાદ પડતાં આહલાદ્દક દ્રશ્યો જોવા મળ્યાં છે.

ત્યારે હજુ પણ સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ ની આગાહી કરાઈ રહી છે.રાજ્યમાં ચોમાસાને સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે.ત્યારે હજુ પણ મેઘમહેર જારી છે.રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં 2.72 ઈંચ પડ્યો છે.જો કે રાજ્યના અન્ય જિલ્લામાં વધુમાં વધુ 15 મિમિ વરસાદ પડ્યો છે.રાજ્યના 11 જિલ્લાના 35 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે.

5 મિમિથી 15 મિમિ સુધીનો વરસાદ રાજ્યના 19 તાલુકામાં 5 મિમિથી 15 મિમિ સુધી વરસાદ પડ્યો છે.જેમાં ઝાલોદમાં 15 મિમિ, કડાણામાં 13 મિમિ, જ્યારે ગરબાડા, કાલાવડ, લાલપુર અને ખેડબ્રહ્મામાં 10-10 મિમિ, સંતરામપુરમાં 8 મિમિ, ઉપરાંત ગીર ગઢડા, ભેંસણ, માળીયા અને રાણાવાવમાં 7 મિમિ, ધ્રોલ અને જામજોધપુરમાં 6 મિમિ, આ સિવાય ખાંભા, સંજેલી, જોડિયા, મેંદરડા અને ચોટીલામાં 5 મિમિ વરસાદ પડ્યો છે.

ગઈકાલે જે મુજબ આગાહી કરી હતી તે મુજબ રાજ્યના લગભગ દરેક તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો.આવો જણીએ ક્યાં ક્યાં તાલુકામાં કેટલો વરસાદ.રાજકોટગોંડલ68, દાહોદઝાલોદ15, મહીસાગરકડાણા13, દાહોદગરબાડા10, જામનગરકાલાવડ10, જામનગરલાલપુર10, સાબરકાંઠાખેડબ્રહ્મા10, મહીસાગરસંતરામપુર8, ગીરસોમનાથગીરગઢડા7, જુનાગઢભેંસણ7, જુનાગઢમાળીયા7, પોરબંદરરાણાવાવ7, જામનગરધ્રોલ6, જામનગરજામજોધપુર6, અમરેલીખાંભા5, દાહોદસંજેલી5, જામનગરજોડિયા5,જુનાગઢમેંદરડા5,સુરેન્દ્રનગરચોટીલા5 આમુજબ ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો.

વરસાદ નો માહોલ ગીરમાં પણ જોવા મળ્યો હતો સાવજો ની નગરીમાં મેઘરાજા નું આગમન થતાં ગીરના ડુંગરિયામાં ઝરણાં જોવા મળ્યાં હતાં.રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. ગિરનાર અને દાતારના જંગલમાં વરસાદ પડ્યો છે.ગઇકાલે પણ મુશળધાર વરસાદ  વરસ્યો હતો.ગઇકાલે ગિરનાર જંગલમાં વરસાદ થયો હતો.

ગઇકાલથી જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે આજે સવારથી શહેરમાં વરસાદનું આગમન થઇ ગયું છે.ત્યારે શહેરમાં આવેલ ગિરનાર પર્વત પર ગઇકાલથી અત્યાર સુધીમાં 4 થી 5 ઇંચ વરસાદ નોંધાયો છે.ત્યારે 4 થી 5 ઇંચ વરસાદ પડતાં ગિરનાર પર આહલાદ્દક દ્રશ્યો જોવા મળ્યાં છે.જેમાં ગિરનાર પર્વત પરથી પાણીનો ધોધ વહી રહ્યો હોવાના નજરે પડી રહ્યું છે.જૂનાગઢ જિલ્લામાં ગઇકાલથી આજ સુધીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જૂનાગઢના ભવનાથ મંદિર વિસ્તારમાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

મિત્રો આવખતે થનાર વરસાદ ની વાત કરીએ તો રાજ્યમાં આ વર્ષે જૂન મહિનાની‌ 23 તારીખ એટલે કે આજ સુધીમાં જ સરેરાશ 4.50 ઈંચ એટલે કે 14 ટકા વરસાદ પડી ગયો છે.ગત વર્ષે આ જ‌ સમયે રાજ્યમાં સરેરાશ માત્ર બે ઈંચ એટલે કે 6 ટકા વરસાદ જ પડ્યો ‌હતો.રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 78 ટકા જેટલો પડી ગયો છે.

જ્યારે સૌથી ઓછો વરસાદ પણ કચ્છના લખપતમાં ઝીરો ટકા છે.ઉત્તર ગુજરાતમાં સરેરાશ વરસાદ 10 ટકા છે, દક્ષિણમાં 8 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 20 ટકાથી વધારે છે.આ બધી વાત જોતા એક વસ્તુ નિશ્ચિત છે કે આ વખતે વરસાદ માં કોઈ કમી રેહશે નહીં અને વધુમાં વધુ વરસાદ જોવા મળશે.

આજથી લઈને આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં સામાન્યત હળવાથી ભારે વરસાદ થવાની આગાહી છે.આમજોતા એમ કહેવાય કે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે.

છેલ્લા અઠવાડિયામાં ઘણો સારો વરસાદ જોવા મળ્યો હતો.123 તાલુકાઓમાં બેથી 5 ઈંચ સુધી, 78 તાલુકાઓમાં 5થી 10 ઈંચ સુધી, 6 તાલુકાઓમાં 10 ઈંચથી વધારે જ્યારે 43 તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ ‌છે.છેલ્લાં 5 વર્ષમાં આ સમય સુધીનો સૌથી વધુ વરસાદ છે. 2015 અને 2017મા જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ થયો હતો.રાજ્યમાં જળાશયોમાં પણ 48 ટકા પાણીનો સંગ્રહ છે.સરદાર સરોવરમાં 62 ટકા જળસંગ્રહ છે અને 125.17 મીટર પાણીની સપાટી છે.ત્યારે આ વખતે સારો વરસાદ દેખાઈ રહ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top