બર્થડે સ્પેશિયલ આજે ભાજપ ના ચાણકય કહેવાતાં અમિત શાહનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે અમે તેમની જવાની ના ફોટા બતાવીશું. દેશની સૌથી શક્તિશાળી પાર્ટી ભાજપામાં હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી બીજા નંબર પર અમિત શાહ આવે છે. આજે 22મી ઓક્ટોબર ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મ દિવસ છે. આમ તો અમિત શાહનો જન્મ સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેમના જન્મ દિવસે અમિત શાહે કારકિર્દીના ડગ ક્યાં માંડ્યા હતા. તેમણે અમદાવાદની કઈ શાળામાં શિક્ષણ લીધું.
ઉચ્ચ અભ્યાસ માટે કઈ કોલેજમાં અભ્યાસ કર્યો વગેરે જાણવું જરૂરી છે. શાહ પરિવાર માણસાથી અમદાવાદ રહેવા આવ્યો હતો. આ જ વર્ષ 12 જૂન 1978માં અમિત શાહએ દર્પણ છ રસ્તા પાસે આવેલી નવરંગ માધ્યમિક શાળામાં ધોરણ-10માં એડમિશન લીધું હતું.ત્યારબાદ તે ત્યાં અભ્યાસ માટે જતા હતાં. વાત કરીએ 10 પાસ ની તો તેમણે માર્ચ 1979માં ધોરણ-10 પાસ કર્યું હતું. નવરંગ શાળાના જનરલ રજિસ્ટરમાં પણ અમિત શાહે અહીં અભ્યાસ કર્યાની એન્ટ્રી છે. ત્યારબાદ તેઓ તેજ વર્ષમાં 11 સાયન્સમાં અભ્યાસ માટે તેમને અન્ય શાળામાં એડમિશન લેવું પડ્યું હતું.
5 જુલાઈ 1979ના વર્ષમાં અમિત શાહે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ માટે ઘી કાંટામાં આવેલી જ્યોતિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો અને 31 મેં 1981માં ધોરણ-12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને ત્યારબાદ કોલેજમાં જાવા માટે ની ગ્રંથી બાંધી હતી. ખાસ તમને જણાવી દઈએ કે અમિત શાહે અભ્યાસ કર્યો હતો તે ઘી કાંટાની સ્કૂલ હાલ બંધ થઈ ગઈ છે. અહીં ખાનગી પ્રકાશનનો વ્યવસાય ચાલી રહ્યો છે. જોકે, જ્યોતિ સ્કૂલના જનરલ રજીસ્ટરમાં અમિત શાહના નામની એન્ટ્રી મોજુદ છે. જ્યોતિ સ્કૂલમાં અમિત શાહને અભ્યાસ કરાવનારા શિક્ષિકા હર્ષાબેન વ્યાસે અમિત શાહને માણસામાં પણ આર.બી.લડી સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો હતો.
તે આજે તેમના પર ખુબજ ગર્વ મેહશુંશ કરી રહ્યાં છે.અમિત શાહને અભ્યાસ કરાવનારા શિક્ષિકા હર્ષાબેન વ્યાસ જણાવે છે કે અમિતભાઈની બહેનો મારા હાથ નીચે ભણેલી છે. તે સમયે અમિત શાહને પણ ભણાવવાનું થતું હતું. તેઓ ભણવામાં હોશિયાર. શાંત અને નર્મ હતા. એવું ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ ભણી-ગણીને આટલા મોટા હોદ્દા પર પહોંચશે. આ હોદ્દા પર જોઈને ખૂબ ગર્વ થાય છે કે આ મારો વિદ્યાર્થી છે. નવરંગ સ્કૂલના પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ જણાવ્યું કે અમિત શાહે અમારી શાળામાં એક જ વર્ષ અભ્યાસ કર્યો છે.
2009માં અમારી શાળાના કાર્યક્રમમાં હાજર રહેવા તેમને આમંત્રમ આપ્યું હતું. પરંતુ તેઓ રાજકીય જીવનની વ્યસ્તતા ને કારણે આવી શક્યા નહોતા. પરંતુ તેઓએ લેટર લખીને શુભેચ્છા પાઠવી હતી. વર્ષ 1981 અમિત શાહે 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બાયો કેમેસ્ટ્રીના અભ્યાસ માટે આશ્રમ રોડ પરની સી.યુ.શાહ કોલેજમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. કોલેજના અભ્યાસ દરમિયાન જ તેઓની આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથેના કાર્યની શરુઆત થઈ હતી. અને ત્યારબાદ તેઓએ રાજનીતિ માં પોતાના પગલાં પડ્યા.