સમાજવાદી પાર્ટી (SP) એ શુક્રવારે (25 ફેબ્રુઆરી 2022) ટ્વિટર પર એક પોસ્ટર અપલોડ કર્યું હતું. જેમાં લખ્યું હતુંઃ ‘રાઈડ વિથ ધ ટાઈડ’. પરંતુ રસપ્રદ વાત એ છે કે તસ્વીરમાં વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની સ્થિતિને લઈને ટીકાત્મક ટિપ્પણીઓ કરવામાં આવી છે. SPના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે કે, ‘Ride with the Tide’ નામના બેનર સાથે ‘અખિલેશ 10મી માર્ચે આવી રહ્યા છે’.
10 मार्च को आ रहे हैं अखिलेश… pic.twitter.com/fAUyzKHjCn
— Samajwadi Party (@samajwadiparty) February 25, 2022
આ સ્લોગનની નીચે કેટલીક લીટીઓ લખેલી છે જે સમાજવાદી પાર્ટી માટે જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, તે બેનરમાં લખ્યું છે, ‘અખિલેશ યાદવે નાની, જાતિ આધારિત પાર્ટીઓ સાથે મજબૂત ગઠબંધન કર્યું છે. તેમનું કાર્ય સમાજવાદી પાર્ટીને ફરીથી સત્તામાં લાવવાનું છે, જો કે, તેમના સાથીઓના ઢીલા વલણ અને તેમના પોતાના પક્ષના નેતાઓમાં અસંતોષને કારણે તે પડકારરૂપ છે.
પરંતુ કદાચ અખિલેશ યાદવે તેને વાંચ્યા વિના પોસ્ટ કરી દીધી છે, અથવા તેના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરનાર વ્યક્તિએ તેના પર ધ્યાન આપ્યું નથી. જે બાદ હવે સોશિયલ મીડિયા યુઝર્સે અખિલેશ યાદવને ટ્રોલ કર્યા છે.
આ અંગે ટિપ્પણી કરતાં દેબોજ્યોતિ દાસગુપ્તા (@tisDev) નામના ટ્વિટર યુઝરે લખ્યું, ‘અરે ભાઈ,વાંચીતો લેતા શુ લખ્યું .(@kaajukatla) એ ટિપ્પણી કરી, ‘અખિલેશ ટોંટીચોરને કાઢી નાખ્યું.’ @secularbuffalo નામના હેન્ડલ પરથી લખવામાં આવ્યું છે કે, ‘આ પાર્ટીમાં ઘણા ગધેડા છે.’ @ikunnuએ ટોણો મારતા લખ્યું છે કે, અરે ભાઈ વાંચતો ખરા શુ લખ્યું છે,’અને આ લોકો વિદ્યાર્થીઓને રોજગારી આપશે