અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું અવસાન થયું છે. અક્ષય કુમાર દ્વારા ટ્વિટર દ્વારા આ આ સમાચાર ચાહકો સાથે શેર કરવામાં આવ્યા છે. અક્ષય કુમારે પોતાની માતાને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું છે કે, તે ખરાબ સમયનો સામનો કરી રહ્યા છે.
અક્ષય કુમારની માતા ઘણા સમયથી બીમાર હતા અને થોડા દિવસો પહેલા મુંબઈના પવઈની હીરાનંદાની હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તેની સાથે ટ્વિટમાં અક્ષય કુમારે જણાવ્યું છે કે, ‘તે મારું સર્વસ્વ હતા અને આજે હું અસહ્ય પીડાને અનુભવી રહ્યો છું. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયા આજે સવારે શાંતિથી આ દુનિયા છોડીને મારા પિતા પાસે બીજી દુનિયામાં પહોંચી ગયેલ છે.
હું અને મારો પરિવાર આ સમયથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે તમારી પ્રાર્થનાનો આભાર માનું છું. ઓમ શાંતિ.’ જ્યારે આ સમાચારથી બોલીવુડમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
અક્ષય કુમાર જ્યારે લંડનમાં શૂટિંગમાં કરી રહ્યા હતા ત્યારે તેમનો પ્લાન ફેમિલી વેકેશન પર પણ જવાનો પણ હતો. 10 સપ્ટેમ્બરના રોજ ભારત આવીને તે ફિલ્મ ‘રક્ષાબંધન’ નું શૂટિંગ પણ કરવાના હતા. ત્યારબાદ તે ફેમિલી વેકેશન પર જવાના હતા અને તેના પછી ‘રામ સેતુ’ નું શૂટિંગ સ્ટાર્ટ કરવાની તૈયારી હતી. તેમ છતાં હવે આ દુઃખદ ઘટનાના કારણે અક્ષય કુમારનું આ શેડ્યુલ ચેન્જ થશે.