અક્ષય કુમારે પૃથ્વીરાજ ચૌહાણ પર એવી વાત કહી કે લોકોને આવ્યો ભયાનક ગુસ્સો

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ પૃથ્વીરાજનું ટ્રેલર ગઈ કાલે રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલર પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જ્યાં કેટલાક લોકોને ફિલ્મનું ટ્રેલર પસંદ આવ્યું છે તો કેટલાક લોકોએ અક્ષય કુમારને તેના એક્શન સીન્સ અને એક્સપ્રેશન માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ખરેખરમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ હવે અક્ષય કુમાર તેના પ્રમોશનમાં જોરશોરથી વ્યસ્ત છે. આ દરમિયાન અભિનેતાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પૃથ્વીરાજ ચૌહાણ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને ફિલ્મફેરના ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચનો વીડિયો છે.

આ વીડિયોમાં અક્ષય કુમાર કહે છે કે જ્યારે તેણે પૃથ્વીરાજ વિશે વાંચ્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે કેટલા મહાન યોદ્ધા છે, પરંતુ ઈતિહાસના પુસ્તકમાં તેમના વિશે માત્ર એક જ ફકરો છે. સાથે જ અક્ષય કુમારનું કહેવું છે કે વડીલોથી લઈને બાળકો સુધી દરેકે આ ફિલ્મ જોવી જોઈએ. આ એક શૈક્ષણિક ફિલ્મ છે. અક્ષય કુમારના આ વીડિયો પર ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “પિક્ચર પ્રમોશન કા ચક્કર હૈ બાબુ ભૈયા”, જ્યારે બીજાએ લખ્યું, “મૂવી આયા તો યાદ આયા એક ફકરા હૈ”.

નોંધનિંય છે કે આ ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત, સોનુ સૂદ અને માનુષી છિલ્લર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણના રોલમાં જોવા મળશે, જ્યારે સોનુ સૂદ ચંદ્રવરદાઈની ભૂમિકામાં છે. માનુષી છિલ્લરની આ ડેબ્યુ ફિલ્મ છે અને તે સંયોગિતાના રોલમાં જોવા મળશે.

akshay kumar, prithviraj movie, prithviraj trailer, akshay kumar on prithviraj chauhan, akshay kumar statement on prithviraj chauhan, who is prithviraj chauhan

Scroll to Top