અક્ષય કુમાર અને કેટરીના સાથે રીએક્ટ કર્યું ‘નમસ્તે લંડન’ નું સીન, ફેન્સ થયા ખુશ

અક્ષય કુમારે હાલમાં અભિનેત્રી ક્રિતી સનનની બહેન નૂપુર સેનન સાથે એક મ્યુઝિક વીડિયો ‘ફિલહાલ’ શૂટ કર્યો હતો.જેને ફેન્સ એ ખૂબ પસંદ કર્યો. તેમણે એક ટીઝર પર અક્ષય અને નૂપુરની કેમિસ્ટ્રીની પ્રશંસા કરતા આ ટીઝર પર તેમણે ઘણી કૉમેન્ટ્સ કરી હતી. કેટલાક ફેન્સને આ ટીઝર જોયા બાદ અક્ષય અને કેટરીનાની ફિલ્મ નમસ્તે લંડન યાદ આવી ગઈ.

અક્ષય પણ ફેન્સથી મળેલા આટલા પ્રેમ ને જોઈને એક્સાઇટેડ થઈ ગયા. બસ પછી શું હતું? તેમણે પણ ફેન્સને સરપ્રાઇઝ આપવાનું મન બનાવી લીધું. હાલમાં જ તે કેટરીનાની સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’ નું શૂટિંગ કરી રહ્યા હતા. સેટ પર, તેણે નમસ્તે લંડનનું એક સીન ક્રિએટ કર્યું, જેને બમ્પર રિસ્પોન્સ મળી રહ્યો છે.

તેનો વીડિયો શેર કરતાં અક્ષયે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પર લખ્યું કે, “ફિલહાલ ટીઝર” પર મળી રહેલા તમારા રિસ્પોન્સ અને દરેક કૉમેન્ટ્સ ને હું વાંચું છું. તમારામાંથી ઘણા લોકોએ કહ્યું કે તેમને આ ગીત જોઈને નમસ્તે લંડનની યાદ આવી ગઇ. આકસ્મિક રીતે, આજે હું મારા ઝૈઝ(નમસ્તે લંડનમાં કેટરિનાનું નામ ) એટલે કે કેટરિનાની સૂર્યવંશીનું શૂટિંગ કરી રહ્યો હતો. અમારી પાસે તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે.

હાલમાં મ્યુઝિક વીડિયોમાં પંજાબી સિંગર એમી વિર્ક પણ જોવા મળશે. તેનું શૂટિંગ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં થઈ છે. અક્ષયની અન્ય ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે હવે ‘સૂર્યવંશી’ સિવાય ‘બચ્ચન પાંડે’, ‘ગુડ ન્યૂઝ’, ‘લક્ષ્મી બોમ્બ’ અને પૃથ્વીરાજ ચૌહાણ પર બનેલી બાયોપિક્સમાં જોવા મળશે. હાલમાં જ તેમની ફિલ્મ ‘હાઉસફુલ 4’ રિલીઝ થઈ હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top