આલિયા ભટ્ટે પહેલીવાર રણબીર કપૂરને બોયફ્રેન્ડ કહ્યો, ચાહકોએ કહ્યું- અમને…

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. જ્યારથી આ બંનેએ તેમના સંબંધોને જાહેર કર્યા છે, ચાહકો તેમની તસવીરો અને વીડિયોને લઈને ખૂબ જ ઉત્સાહિત રહે છે. આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા તેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે. ત્યારે હવે આલિયાની લેટેસ્ટ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આલિયાએ તેના બોયફ્રેન્ડ રણવીર કપૂર સાથે વિતાવેલી કેટલીક સુંદર પળો શેર કરી છે. ખાસ વાત એ છે કે આ તસવીરોમાં રણવીરની ફોટોગ્રાફી સ્કિલ જોવા મળી રહી છે.

આલિયા ભટ્ટે તેના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલ પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આલિયાની આ તસવીરો સાથે તેણે આપેલું કેપ્શન પણ ચાહકો માટે ખૂબ જ ક્યૂટ અને આશ્ચર્યજનક છે કારણ કે આલિયાએ સોશિયલ મીડિયા પર આવું પહેલીવાર કર્યું છે. વાસ્તવમાં આલિયા ભટ્ટે તેની લેટેસ્ટ પોસ્ટમાં રણવીર કપૂરને તેનો બોયફ્રેન્ડ કહ્યો છે.

આલિયા વર્ષોથી રણવીર સાથે રિલેશનશિપમાં છે પરંતુ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પહેલીવાર રણવીરને પોતાનો ‘બોયફ્રેન્ડ’ ગણાવ્યો છે. સુંદર તસવીરો શેર કરતા, આલિયાએ કેપ્શન આપ્યું, ‘casually flexing my boyfriend’s photography skills’. આ કેપ્શનથી સ્પષ્ટ છે કે બ્લેક એન્ડ ગ્રીન પ્રિન્ટેડ ટી-શર્ટ પહેરેલી નો-મેકઅપ ક્યૂટ લૂકમાં આલિયાની તસવીરો બીજા કોઈએ નહીં પણ રણબીર કપૂરે ક્લિક કરી છે.

આલિયા અને રણબીર બોલિવૂડના સૌથી ક્યૂટ અને ફેવરિટ કપલ્સમાંથી એક છે. આ જ કારણ છે કે આલિયાની આ તસવીરો અને શાનદાર કેપ્શન્સ જોઈને માત્ર ફેન્સ જ નહીં પરંતુ સેલિબ્રિટી પણ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યા નથી. આ પોસ્ટ પર નીતુ કપૂરે રેડ હાર્ટ ઇમોજીથી બંને પર પ્રેમ વરસાવ્યો છે. સોની રાઝદાને પોસ્ટ પર ત્રણ ગુલાબી હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યા છે. અનુષ્કા શર્માએ હાર્ટ ઇમોજી સાથે આલિયાના વખાણ કર્યા છે, અર્જુન કપૂરે કોમેન્ટ બોક્સ પર લખ્યું છે ‘ફિર સે ઉડ ચલેં’.

Scroll to Top