આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીની જાહેરાત બાદ ટૂંક સમયમાં જ નાની બનવા જઈ રહેલી સોની રાઝદાન ખૂબ જ ખુશ છે. થોડા દિવસો પહેલા સોની રાઝદાને તેની પુત્રી આલિયા અને જમાઈ રણબીર કપૂરને તેમના આવનાર બાળક માટે શુભેચ્છા પાઠવી હતી, જ્યારે હવે સોની રાઝદાને આવો વીડિયો શેર કર્યો છે. જેમાં તેની અને આલિયાની ફિલ્મોના કેટલાક દ્રશ્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે સોની રાઝદાને એવું કેપ્શન લખ્યું કે વીડિયો કરતાં કેપ્શન વધુ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
સોની રાઝદાન દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો વીડિયો 13 સેકન્ડનો છે. 13 સેકન્ડના આ વીડિયોમાં સોની રાઝદાન દ્વારા ભજવવામાં આવેલા પાત્રની ઝલક જોવા મળે છે, જ્યારે આલિયાની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના કેટલાક દ્રશ્યો છે. આ બંનેને એડિટ કરીને આલિયા ભટ્ટની ફેન ક્લબે એક એવો વીડિયો બનાવ્યો છે, જેમાં એક ઝલક જોયા પછી તમને લાગશે કે આ બંને એક જ એક્ટ્રેસ છે.
View this post on Instagram
આ કેપ્શન લખીને વીડિયો શેર કર્યો
સોની રાઝદાને આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે- ‘આ શાનદાર વીડિયો જોયા પછી ખૂબ જ ખુશ છું. આ કરવા માટે વધુ સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર….તમે ખૂબ જ સ્માર્ટ છો.’
સોની રાઝદાને આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાની સાથે જ ફેન્સ અને સેલેબ્સ સતત કોમેન્ટ કરવા લાગ્યા. ‘મિર્ઝાપુર’માં સ્વીટીની ભૂમિકા ભજવનાર શ્રિયા પિલગાંવકરે ટિપ્પણી કરી – ‘બહુ સુંદર.’ જ્યારે અન્ય એક જાણીતી અભિનેત્રી દિવ્યા શેઠ શાહે કોમેન્ટમાં લખ્યું- ‘આ ઉત્તમ છે.’
આલિયા ભટ્ટે 27 જૂને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સોની રાઝદાને સોશિયલ મીડિયા પર બંનેના ફોટા શેર કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સોનીએ કેપ્શનમાં લખ્યું- ‘આભાર…’