અલીબાબના સ્થાપક જેક મા બે માસથી ગાયબ થઇ ગયા

નવેમ્બર ૨૦૨૦માં ચાઇનીઝ અધિકારીઓએ જેકના એન્ટ ગ્રુપનો ૩૭ અબજ ડોલરનો આઈપીઓ રદ કરાવી દીધો.

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ચીનના અરબપતિ અને દુનિયાના ત્રીજા સૌથી ધનાઢ્ય અલીબાબાના ફાઉન્ડર જેક મા છેલ્લા બે મહિનાથી ગાયબ છે. ઓક્ટોબર મહિનામાં તેમણે ચીની સરકારની ટીકા કરી હતી, ત્યાર પછી તેઓ ક્યાંય દેખાયા નથી.

જેક મા પોતાના જ રિયાલિટી શૉના ફાઈનલ એપિસોડમાં આવવાના હતા, પરંતુ તેમા ઉપસ્થિત નહતા થઈ શક્યા. પરંતુ નવેમ્બરમાં ટેલિકાસ્ટ એપિસોડમાં તેમની જગ્યાએ અલીબાબાના એક્ઝિક્યૂટિવે હાજરી આપી હતી. શોની વેબસાઇટ પર જજની પેનલમાંથી પણ જેક માની તસવીર હટાવી લેવામાં આવી હતી.

જેક માએ ૨૪ ઓક્ટોબરે શાંઘાઈમાં એક સ્પીચ આપી હતી. જેનો ખૂબ જ વિવાદ થયો હતો. જેમાં જેક માએ ચીનની રેગ્યુલેશન સિસ્ટમનો વિરોધ કર્યો હતો. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, ચીનની રેગ્યુલેશન સિસ્ટમના કારણે નવી શોધ નથી થઈ રહી. આપણે ભાવી પેઢી અને યુવાઓ માટે એક નવી સિસ્ટમ તૈયાર કરવી પડશે. આ સ્પીચના એક જ મહિના પછી નવેમ્બર ૨૦૨૦માં ચાઇનીઝ અધિકારીઓએ જેક માના એન્ટ ગ્રુપનો ૩૭ અબજ ડોલરનો આઈપીઓ રદ કરાવી દીધો.

‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ ના રિપોર્ટ પ્રમાણે, આ આઈપીઓ રદ કરવાનો આદેશ સીધો રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફથી આવ્યો હતો. એ પછી જેક માને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી અલીબાબા ગ્રુપ સામે ચાલી રહેલી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી જેક મા દેશની બહાર નહીં જઈ શકે. એ પછી હવે આ રિયાલિટી શોમાંથી પણ જેક મા ગાયબ થવાના ન્યૂઝ આવ્યા છે. દરમિયાન જેક મા બે મહિનાથી ક્યાંય દેખાયા નથી.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here