GujaratSaurasthra - Kutch

સૌરાષ્ટ્રના આકાશમાં દેખાયો વિચિત્ર નજારોઃ તો શું આ એલિયન્સનું યુએફઓ તો નથીને? ચર્ચાઓએ જોર પકડ્યું

રાજકોટના ઉપલેટા અને ભાયાવદર તથા આસપાસના વિસ્તારમાં આકાશમાં ભેદી વસ્તુઓ દેખાઈ હતી. ભેદી વસ્તુ ઉડન ખટોલા જેવી હોવાનું પણ લોકો કહી રહ્યા છે. જો કે આ વસ્તુ દેખાયા બાદ સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. લોકો પોતાના ઘરેની બહાર આવીને આ ભેદી વ્તુને જોવા માટે ટોળે ટોળા ઉમટ્યાં હતા.

વંથલી અને માણાવદરમાં પણ આ દ્રશ્યો જોવા મળતા લોકોમાં આશ્ચર્ય મિશ્રિત ભય જોવા મળી રહ્યો છે. એક સાથે 10-12 જેટલી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. લોકોએઆ દ્રશ્યો પોતાનાં મોબાઇલ કેમેરામાં પણ કેદ કરી લીધા હતા. જેની તસ્વીરો અને વીડિયો હાલ ભારે વાયરલ થઇ રહ્યા છે.

જૂનાગઢના એક ટ્રાફ્કિ બીગ્રેડ જવાને પોતાના ઘરની અગાશી ઉપરથી ઉતરેલા આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયોમાં ગણતરીની મિનિટોમાં ભારે વાયરલ થયો છે. જેમાં આકાશમાં અચાનક આગના લબકારા મારતી ચાર લાઇન લબુક ઝુબક થતી નજરે જોવા મળી હતી. થોડી થોડી વારે દેખાય તો પળવારમાં અલિપ્ત થતી આ ખગોળીય ઘટના હોવાનું માનવામાં આવે છે.

જૂનાગઢ શહેરમાં અનેક લોકોએ આ ઘટના નિહાળીહતી. પરંતુ હજુ સુધી શેનો પ્રકાશ છે તે સતાવાર રીતે બહાર આવ્યુ નથી. ઉપલેટામાં રાત્રિના ૯-૧પ મિનીટે વી.પી. ઘેટીયા સ્કૂલ પાસે કોલકી રોડ પર પ્લેન પસાર થય બાદ પાંચ મિનીટમા ભેદી ધડાકો થયો હતો. પીળા કલરની લાઈટો દેખાઈ હતી.

જુનાગઢ આસપાસ રાજકોટ સિવાય કોઈ એરપોર્ટ નથી અને વિમાન પણ બહુ ઓછા નીકળતા હોય છે. એટલે આ સમયે જોવા મળેલા પ્રકાશપુંજ એ તપાસનો વિષય બન્યો છે. દરમિયાન લોકોએ શું આ પરગ્રહવાસીઓ તો નથી ને એવી પણ પૂછપરછ ચાલુ કરી હતી. આ પ્રકાશના ટપકા ફાનસ છે કે પછી લાઇટવાળા પતંગ છે તેવી પણ લોકોએ જિજ્ઞાસા વ્યક્ત કરી હતી. જોકે લાઈટ જે પ્રકારે ગોઠવાય છે એ જોતા કોઈ હોય જહાજ કે પછી ડ્રોન પસાર થતું હોય તેવી શક્યતા છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker