હું એેને પતાવી દઇશ..આરોપી ફેનિલની Audio ક્લિપ વાયરલ

સુરતના કામરેજ તાલુકાના પાસોદરામાં થયેલી ગ્રીષ્મા હત્યા કેસ મામલે હત્યા પહેલાનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે. આ કથિત ઓડિયો ક્લિપમાં ફેનિલની તેના મિત્ર સાથે ગ્રીષ્માની હત્યા કરવા જતો હોવાનું કબૂલી રહ્યો છે. તેનો મિત્ર તેને આમ ન કરવા વારંવાર સમજાવી રહ્યો છે. પણ હત્યા કરવાનું ભૂત સવાર હોય તેમ ફેનિલ ગ્રીષ્માને પતાવી દેવાની જઈ રહ્યો હોવાનું કહી રહ્યો છે.સાથે હત્યા કરી દવા પી લેવાનું કહી રહ્યો છે. ગ્રીષ્માના હત્યાના દિવસે જ આ વાતચીત થઇ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ફેનિલે ઓડિયો ક્લિપમાં ગ્રીષ્માના પરિવારજનો પર ગંભીર આરોપ કર્યા
ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા આરોપી ફેનિલની કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં ફેનિલે ગ્રીષ્માના પરિવારજનો પર ગંભીર આરોપ કર્યા છે. હત્યા કરવા જતા પહેલા ફેનિલે મિત્ર સાથે ફોન પર વાત કરી હતી. ગ્રીષ્માના પરિવારજનો પરેશાન કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ફેનિલે હત્યા કરવાનો પ્લાન બનાવી લીધો હોવાનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ છે. જયારે હવે લોકો આરોપીની તરફેણમાં સ્ટેટસ રાખી રહયા છે અને મૃતક ગ્રીષ્મા અને હત્યારે ફેનિલ વચચે પ્રેમ સંબંધ હતો એવું કેટલાક લોકો સ્ટેટસમાં રાખી રહ્યા છે.

સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં હત્યાનો મામલે કામરેજ પોલીસે આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કર્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફેનિલને કઠોર કોર્ટમાં લઈ જવાયો હતો. જ્યાં પોલીસ પૂછપરછ મામલે રિમાન્ડની માંગ કરશે.

13 ફેબ્રુઆરીએ બનેલા આ બનાવ પર નજર કરીએ તો છેલ્લા ઘણા દિવસથી હત્યારો ફેનિલ યુવતી ગ્રીષ્માનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.આજે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પિતાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો.યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. ઘણા લોકો હતા પણ ડરના માર્યા દૂર ઊભા રહી તમાશો જોતાં રહ્યા હતા. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો