અલ્લુ અર્જુને દીકરી અરહાને સાથે રાખી ગણપતિ વિસર્જન કર્યું, પિતા-પુત્રીએ ઢોલના તાલે કર્યો ડાન્સ

સાઉથ સિનેમાનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન આ દિવસોમાં તેની ફિલ્મ ‘પુષ્પા 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ તમામ વ્યસ્તતા વચ્ચે તેમણે સોમવારે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરી હતી. તેણે ગણપતિ વિસર્જનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં અલ્લુ અર્જુન તેની 5 વર્ષની દીકરી અરહા સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક જગ્યાએ તે પોતાની પુત્રી સાથે ગણપતિ બાપ્પાની ભક્તિમાં ઢોલના તાલે નાચતો પણ જોવા મળી રહ્યો છે. પુત્રી સાથે અલ્લુ અર્જુનનો આ વીડિયો ચાહકોને ઘણો પસંદ આવ્યો છે, તેથી તેના પર લાઈક્સ અને કોમેન્ટ્સનો પૂર આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરતા અલ્લુ અર્જુને કેપ્શનમાં લખ્યું, ‘ગણપતિ બાપ્પા મોરિયા.’ અલ્લુ અર્જુનના સોશિયલ મીડિયા પર ઘણા ફેન પેજ છે. આ પેજ પર સેલિબ્રેશનના વીડિયો અને ફોટો પણ શેર કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

અલ્લુ અર્જુન અને સ્નેહાને બે બાળકો છે

અલ્લુ અર્જુને વર્ષ 2011માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. આ કપલને બે બાળકો અયાન અને અરહા છે. ગયા અઠવાડિયે, સ્નેહાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગણેશ ચતુર્થી તહેવારની તસવીરો શેર કરી હતી. જે બાદમાં અલ્લુ અર્જુનના ફેન ક્લબ દ્વારા ખૂબ શેર કરવામાં આવી હતી.

‘પુષ્પાઃ ધ રૂલ’ આ વર્ષે રિલીઝ થઈ શકે છે

વર્ક ફ્રન્ટ પર, અલ્લુ અર્જુન છેલ્લે 2021માં ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર બિઝનેસ કર્યો હતો. હવે બધા આ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ની સિક્વલની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Scroll to Top