અલ્પેશ ઠાકોર એ ચડાવી મુખ્યમંત્રી રૂપાણી સામે બાયો કહ્યું મારી આ માંગ પુરી કરો નહીં તો, જાણો બીજુ શુ કહ્યું

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

રાજ્ય ની હાલની સ્થિતિ સૌ કોઈ જાણે છે.એક બાજુ કોરોનાં તો એકબાજુ વાવાઝોડું ત્યારે આવામાં રૂપાણી સરકાર ની ચિંતા માં મસમોટો વધારો થયો છે અને આનું કારણ પોતાનીજ પાર્ટી નો અલ્પેશ ઠાકોર સામે આવી ગયો છે.

ગુજરાતમાં ચણાના પાકનુ મબલખ ઉત્પાદન થયુ છે. ત્યારે ટેકાના ભાવે થતી ખરીદી 27 મણથી વધારીને ફરી 120 મણ કરવામાં આવે અંગે ભાજપના નેતાએ પણ રજૂઆત કરી છે. અલ્પેશ ઠાકોર ખેડૂતોનો પક્ષ લઈ ને પોતાની જ પાર્ટી સામે બાયો ચડાવી છે. અલ્પેશ ઠાકોર એ રૂપાણી ને આડે હાથે લીધાં છે.

ખેડૂતો માટે અલ્પેશ એ પક્ષ લીધો છે. ત્યારે આ સમય માં જ્યારે કપરી સ્થિતિ વચ્ચે લોકો ઘણી મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે તેવામાં ઠાકોર તેઓનો મસીહા બની રહ્યાં છે.અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી ટેકાના ભાવે થતી ચણાની ખરીદી વધારીને 120 મણ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે મહામારીનો સમય છે.

ખેડૂતોને મોટા પ્રમાણમા ચણાનુ ઉત્પાદન થયુ છે ત્યારે ખેડૂત દીઠ 120 મણ ચણાની ખરીદી કરવામાં આવે તેવી માગ તેઓએ કરી છે. ત્યારે હવે સરકારે એ અલ્પેશ ની માંગ પુરી કરવી પડશે તેવું લોકો નું કહેવું છે.

પેહલાં થી બનાસ ના લોકો ઘણી આફતો ના શિકાર બને છે ક્યારેક માવઠું તો ક્યારેક તીડ જેવી અનેક સમસ્યાઓ નો તેઓ ભોગ બની રહ્યાં છે ત્યારે અલ્પેશ ઠાકોર આ બધા નો અવાજ બની અને પોતાની જ પાર્ટી સામે ઊભા થઈ ગયા છે.

બનાસકાંઠા જિલ્લાના લોકો વારંવાર કુદરતી પ્રકોપનો ભોગ બની ગયા છે જેમાં ગઈકાલે રાત્રે પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા જોરદાર સુસવાટા સાથે પવન ફૂંકાયો અને ત્યારબાદ કમોસમી માવઠું થયું હતું જેને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ બધું અલ્પેશ એ સરકાર સમક્ષ રજુ કર્યું છે અને હવે અલ્પેશ ઠાકોર નું કહેવું છે કે સરકાર એ આ બધાં ને ન્યાય આપવો જોઈએ.

અવારનવાર આવતી આફતો થી ખેડૂતો ને ઘણું નુકશાન થયું છે તેવામાં પણ લોકડાઉનમાં આવી જતાં જે મજૂરી કરી ને પૈસા કમાતા હતાં તે આવક પણ બંધ થઈ જતાં હવે લોકો નું હાલત કફોડી થઈ ગઈ છે.

તોફાની વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા તો ખેડૂતો ને પણ તૈયાર કરેલા બાજરીનો પાક પણ નષ્ટ થઈ ગયો છે તો વળી અમીરગઢ ના આંબાપાની ગામે એક ખેતર માં વિજળી પડતા પણ એક ભેંસનું મોત થતાં પશુપાલક ને નુકસાન થયું છે. ભેંસનું મોત થતા પશુપાલક આદિવાસી પરિવારની હાલત કફોડી બની ગઈ છે.એક તરફ કોરોના ન કારણે મજૂરી કામ બન્ધ છે.

અલ્પેશ ઠાકોર હવે આ બધા જ નો પક્ષ લઈને તેઓ ને ન્યાય અપાવવા નીકળ્યા છે. સ્થિતિ એવી છે કે દરેક લોકો ની હાલત બગડી ગઈ છે ત્યારે માંડ પશુપાલન પર નભતા આદિવાસી પરિવાર ભેંસ નું મોત થતા મોટું નુકસાન થયું છે.

અગાઉ પણ આ વિસ્તાર માં મહિના અગાઉ લોકડાઉન ના સમયમાં કમોસમી માવઠું થયું હતું ત્યારે પણ અહીંના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું આમ વારંવાર નુકશાન થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે અલ્પેશ ઠાકોર આ લોકો ને ન્યાય અપાવે છે કે નહીં તે જોવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here