અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરતાં બળદેવજી બોલ્યાં અમારો ઝગડો સગા વહાલાનો નથી, ઠાકોર સેનાના યુવાનોને છેતર્યા તેનો છે, જાણો બીજુ શુંકહ્યું

હાલમાં પેટાચૂંટણીના માધ્યમથી અલ્પેશ ઠાકોર અને બળદેવજી ઠાકોર વચ્ચે ખુબજ બોલા ચાલી ચાલી રહી છે. ત્યારે પેહલા બળદેવજીએ અલ્પેશ ઠાકોર ના વિરુદ્ધ લોકો ને ચડાવ્યા હતાં અને કહ્યું હતું કે તે મારો સગો છે અને હું તે સારી રીતે ઓળખું છું, માટે તમે પણ તેનાથી ચેતી જાજો ત્યારબાદ પ્રત્યાઆક્ષેપ કરતા અલ્પેશે ઠાકોરે કહ્યું કે તે કોઈ મારો સાગો નથી એતો ઢોંગી છે અને મારા વેવાઈ બનવાનો ઢોંગ કરે છે.

ત્યાર બાદ આજે અલ્પેશના એ ઉત્તર નો જવાબ બળદેવજી ઠાકોરે આપ્યો છે આવો જાણીએ શુ કહયું બળદેવજીએ. પક્ષપલ્ટો કરી રાધનપુરમાં ભાજપમાંથી પેટાચૂંટણી લડતા અલ્પેશે ઠાકોર સમાજના આગેવાનો સામે બેફામ આક્ષેપો કરતા કલોલના ધારાસભ્યે તેનું કાચુ ચીઠ્ઠુ ખોલ્યુ હતુ.

બળદેવજીએ કહ્યુ કે અલ્પેશના પિતા ખોડાજી મારા મોસાળ પક્ષે વેવાઈ છે એ આખુ ગુજરાત જાણે છે, બે મહિના પછી એ પોતાના પિતા ખોડાજીને પણ ભૂલી જશે એવો અંહકાર તેનામા છે. અમારો ઝગડો સગાવ્હાલાનો નથી. ઠાકોર સેનાના યુવાનોને છેતર્યા, સમાજને વેચ્યો તેની તોડબાજી સામેનો છે.

તો બીજી બાજૂ અલ્પેશ ઠાકોરના પિતરાઈ ભાઈના અલ્પેશ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. નવઘણ ઠાકોરે અલ્પેશ ઠાકોર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, અલ્પેશ મોટો ગુંડો બનાવા અલ્પેશ ભાજપમાં જોડાયો હતો. અલ્પેશ ઠાકોર પૈસાનો ભૂખ્યો છે તેણે મારી જમીન પણ પચાવી પાડી છે. આ મામલે નવઘણ ઠાકોરની જમીન પાછી આપવા સ્થાનિકોએ પણ માંગ કરી હતી.

સ્થાનિકોનું કહેવું છે કે, નવઘણ ઠાકોરને જમીન પાછી મળવી જોઈએ, સ્થાનિક લોકોનું કહેવું છે કે, રિવોલ્વર બતાવીને મારા ભાઈની જમીન પડાવી અલ્પેશે પડાવી હતી. ભોળા સમાજને ભડકાવ્યો, એક છોકરાને નોકરી અપાવી તો કહે ઠાકોર સેનાના નામે અલ્પેશે ભોળા સમાજને ભડકાવ્યો, સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરાવ્યો, હિંદીભાષીઓ સામે યુવાનોને ઉભા કર્યા એ બધુ જ દેશ-દૂનિયા જાણે છે. એમ કહેતા બળદેવજીએ પડકાર ફેંક્યો હતો કે, સેનાના નામે ટાટા કંપનીને તાળા મારનારા અલ્પેશે બહુચરાજી સાણંદમાં ઠાકોર સમાજના એક છોકરાને નોકરી અપાવી હોય તે બતાવે.

આંદોલનોના નામે ટાટા સાથે પણ તોડ બાજી કરી પાછલા બારણે કરોડો ઘર ભેગા કર્યા. ગામે ગામ અમારા સમાજને અન્ય સમાજોથી અળગો કર્યો હોય તો તેના માટે અલ્પેશ જવાબદાર છે. ગેનીબહેનને તોડ બાજ કહેવા તે સમાજ દિકરી માટે ગાળ સમાન અલ્પેશે કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબહેનને તોડ બાજ કહેતા પાટણ બનાસકાંઠામાં ઠાકોર સમાજ ભડક્યો છે.

બળદેવજીએ કહ્યુ કે, ગેનીબહેન મારા સમાજની પહેલા મહિલા ધારાસભ્ય છે. તે ગરીબ છે, અલ્પેશ પૈસાના મદમાં ભાન ભુલ્યો છે, સમાજની બહેન દિકરીને તોડબાજ કહેવા એ ગાળ સમાન છે.

અલ્પેશે રાધનપુરમાં ડોક્ટર, બિલ્ડર, જળસપંત્તિ યોજનાના ભ્રષ્ટ્રાચારમાં, ચારણના સોલાર પાર્કમાં શુ તોડબાજી કરી છે તે સૌ જાણે છે. અરે તેના કારણે તો કેટલાય ઠાકોર પરીવારો દેવાદાર થઈ ગયા છે. ચૌધરી મતો મેળવવા પાછો કાંચિડાની જેમ રંગ બદલ્યો.

રાધનપુરમાં અલ્પેશ સામે ઠાકોર પરીવારોએ મોંઢુ ફેરવ્યુ છે એટલે હવે શનિવારે જાહેરમાં 2022 ની ચૂંટણીમાં આ બેઠક શંકર ચૌધરી માટે ખાલી કરી આપીશ એવુ નિવેદન આપ્યુ છે. તેમ કહેતા બળદેવજીએ દિકરાના નામે સોંગદ ખાનારો આ માણસ કાંચિડાની જેમ રંગ બદલવા જાણિતો હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ અલ્પેશ ઠાકોર માટે એ પણ કહ્યું હતું કે જ્યાં તેને તેઓ ફાયદો દેખાઈ છે તે ત્યાં દોડી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top