બિગ બોસ 14 ની પ્રખ્યાત અને ટીવી ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અલી ગોની અને જાસ્મિન ભસીનનું નવું ગીત ‘તુ ભી સતાયા જાયેગા’ આજે રિલીઝ થઈ ગયું છે. બિગ બોસ 14 ના ઘરમાં ધમાલ મચાવ્યા બાદ હવે શોના બહાર આવ્યા અલી ગોની અને જસ્મિન ભસીન પણ ખૂબ જ ધમાલ મચાવી રહ્યા છે. બિગ બોસ દરમિયાન તે બંને ચર્ચામાં રહ્યા હતા અને હવે બહાર પણ સોશિયલ મીડિયા પર આ બંનેની સુંદર તસવીરો છવાયેેેલી રહે છે. તાજેતરમાં જ બંનેએ ટોની કક્કર સાથે ‘તેરા સુટ’ રિલીઝ થયુ હતું.
આ ગીતમાં જાસ્મિન ભસીન અને અલી ગોનીની જોડી ચાહકોનેે ખૂબ પસંંદ આવી રહી છે પરંતુ ગીતમાં અલી ગોની બીજી છોકરી સાથે ફ્લર્ટ કરતા જોવા મળી રહ્યા છે. આથી આ ગીતનું નામ ‘તુ ભી સતાયા જાયગા’ રાખવામાં આવ્યું છે. ગીતનાં બોલ, સંગીત અને આને વિશાલ મિશ્રાએ ગાયું છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ યુટ્યુબને ધમાલ મચાવી રહ્યું છે.
ટ્રેલર શેર કરતી વખતે જાસ્મિનએ લખ્યું છે કે, ‘તું ભી સતાયા જાએગા ગીત રિલીઝ, આ સમય છે તમારો પ્રેમ આપવાનો, અને અમને એ બતાવવાનું ભુલશો નહીં કે તમે તેને કેટલો પ્રેમ કરો છો.’ ભસીન-અલી ગોનીનું આ ગીત ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. જાસ્મિનની પોસ્ટ પર સતત ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. તેમના ટીવી મિત્રો પણ જાસ્મિન ભસીન-અલી ગોનીની કોમ્નેટ કરી અભિનંદન પાઠવી રહ્યા છે.