મિત્રો અમાસ ની રાત ખુબજ ખાસ માનવા માં આવે છે કારણ કે નકારાત્મક ઉર્જા બધી અમાસ ની રાતે જ ઉતપન્ન થાય છે તેવું માનવામાં આવે છે. અમાસના દિવસે ચાંદ જોવા મળતો નથી. આ દિવસે પૂર્વજો માટે દાન-પુણ્ય કરવા માટે સારો દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે અમાસના દિવસે સ્નાન કરી વ્રત શ્રાદ્ધ અને દાન કરવામાં આવે તો તેનાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
ખાસ જો તમે અમુક પ્રકારનું ધ્યાન રાખશો નહીં તો તમે પણ આ નકારાત્મક ઉર્જા નો ભોગ બની શકે છો જેના ચલતે પરિણમાં એવું આવે છે કે તમારા ઘરમાં શાંતિ અને સુખ ગાયબ થઈ જાય છે. ઘરમાં આવી શક્તિઓનો પ્રભાવ ના પડે તમારા ઘરને કોઈપણ પ્રકારનું નુકશાન ના થાય તે માટે ખાસ અમુક પ્રકારનું કાર્ય કરવાનું રહે છે.
આ દિવસે કેટલાક વિશેષ ઉપાય પણ કરવામાં આવે છે.તમને જણાવીએ કે આ તિથિ પર કયા-કયા શુભ કામો થઈ શકે છે. અમાસાની દિવસે લોટમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો. આ કરવાથી તમારું પાપ ઓછું થશે અમે પુણ્ય મળશે. જાણે અજાણે તમેજે કોઈપણ પાપા કર્યું હશે તે તમામ પાપા આ ઉપાય થી ધોવાઈ જાશે.
સાથે હજી અન્ય ઘણા એવા ઉપાય પણ છે જે તમારી કિસ્મત પણ ચમકાવી શકે છે તો આવો જાણીએ તેના વિશે વિગતે.આ પુણ્ય કર્મની અસરથી જ તમારી ઈચ્છા પૂરી થશે.જો તમારા ઘરમાં ધનની સમસ્યા રહે છે તો અમાસની રાતે 12 વાગ્યા પહેલા સ્નાન કરી પીળા રંગના વસ્ત્રો ધારણ કરે અને ઉત્તર દિશા તરફ મુખ કરી બેસી જાવ.ત્યારબાદ ચોકી પર એક થાળી રાખી કેસરની મદદથી સ્વસ્તિક બનાવી મહાલક્ષ્મી યંત્ર અને શંખની સ્થાપના કરો અને તેની પર કેસરથી રંગાયેલા ચોખા છાંટો.
તેના પછી ઘીનો દિવો કરી લો.મિત્રો હંમેશા યાદ રાખો કોઈપણ ઉપાય કરતાં હોય તો તેના વિશે ની જાણ કોઈને કરવી જોઈએ નહીં આ ઉપાય વિશે માત્ર ને માત્ર તમને જ જ્ઞાત હોવું જોઈએ અન્ય કોઈને નય.મિત્રો આ ઉપાય ખુબજ કારગર છે તેનો ઉપાય કરવાથી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તેનાથી ઘરમાં ધનની સમસ્યા પૂરી થાય છે. અમાસના દિવસે દાન-પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે.
કહેવામાં આવે છે કે પુણ્ય કરવાથી પૂર્વજો ખુશ થાય છે અને તેમની કૃપા રાખે છે.અમાસની સાંજે લાલ રંગના દોરાનો ઉપયોગ કરી કેસર નાખી ઘીનો દીવો કરવો. દીવાને ઘરના ઈશાન ખૂણામાં મૂકો જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બનેલી રહેશે. સાથે સાથે ઘરમાં આવતી ખરાબ શકતી ઓ પર પણ પ્રતિબંધ મુકાઈ જશે. આ નકારાત્મક શક્તિઓ તમારાં જીવનને બરબાદ કરી દે છે માટે ખાસ આ ઉપાય કરવો જેથી ઘર બચી શકે.