અંબાજી પગપાળા જઇ રહેલા 3 પદયાત્રીનું વાહનની અડફેટે કરુણ મોત

અંબાજીમાં યાત્રાધામ અંબાજી નજીક અજાણ્યા વાહનની અડફેટમાં આવતા ત્રણ પદયાત્રીઓના મોત થયાના કમકમાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અંબાજી નજીક રાણપુર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

જેમાં અજાણ્યા વાહનની અડફેટમાં 3 પદયાત્રી આવી જતા મોત થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, અજાણ્યા વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયા હતા. અકસ્માતમાં મોતને ભેટનારામાં બે તરૂણ અને એક બાળકી સામેલ છે. અકસ્માતમાં 3 લોકોના મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફેરવાઈ ગયું છે.

નોંધનીય છે કે, દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમ ભરવા માટે ગુજરાત સહિત દેશભરના લોકો પગપાળા કરીને અંહી જતા હોય છે. કોરોના મહામારીને કારણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો રદ કરાયો છે. તેમ છતાં હજારો ભક્તો પગપાળા કરીને માતાજીના દર્શન કરતા હોય છે. આ દરમિયાન વહેલી સવારે અજાણ્યા વાહનના દ્વારા પાંચ લોકોને અડફેટના લેવામાં આવ્યા હતા. જેમાં 3 પદયાત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જયારે આ અડફેટમાં નરેશ બચુભાઈ ડામોર (મૃતક-16 વર્ષ), હરિશંકર ડામોર (મૃતક-15 વર્ષ), રેશમીબેન ભોઈ (મૃતક-12 વર્ષ), ઈન્દ્રા તબીયાડ (ઈજાગ્રસ્ત-14 વર્ષ), રાકેશ ડામોર (ઈજાગ્રસ્ત 12 વર્ષ) નામ સામેલ છે.

બાળકોના અકસ્માત મોતથી તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ તરૂણો પગપાળા ચાલીને માતા અંબાના દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકની અડફેટમાં આવતા ત્રણ બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સ્થાનિક પોલીસ દ્વારા બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે.

Scroll to Top