એપ્રિલ મહિવો શરૂ થતાજ ગરમીનો પારો હવે સાતમા આસમાને પહોચી ગયો છે. જેથી લોકોના મનમાં ભય ફેલાઈ ગયો છે કે મે મહિનામાં કેવી હાલત રહેશે. જોકે આ મહિનેજ ગરમીનો પારો ચતમામ રેકોર્ડ તોડશે તેવા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. કે આઘામી 10 16 એપ્રીલ ગરમીનો પારો વધવાનો છે.
10 થી 16 એપ્રીલ ના સમયગાળામાં અમદાવાદ સહીત રાજ્ય ભરમાં ગરમીનો પારો વધવાનો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારથીજ ગરમી 41ને પાર પહોચી ગઈ છે. જેથી અંબાલાલ પેટેલે વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.
અંબાલાલે કહ્યું છે કે 13 થી 17 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોનાં વાદળો આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગે વાદળોની શક્યતા છે. હવામાનમાં થઈ રહેલા આ ફેરફારને કારણે આગામી સમયમાં ગરમી ભયંકર વધવાની છે.
આ સીવાય મહત્વનું છે કે 7 તારખી સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કે કમોસમી વરસાદ થવાની સંભવના છે. જેના કારણે પંજાબ હરિયાણા , દિલ્હીના ભાગે પણ હવામાનામાં પલટો આવી શકે છે. સાથેજ રાજસ્થનાના ભાગોમાં પણ પલટો આવે તેવી શક્યતા છે. જેથી ઘીરે ધીરે હવે ગરમીમાં વધારો થશે.
10 એપ્રિલ પછી ગરમી એકદમથી વધવાની છે. સાથેજ 16 એપ્રીલ સુધીનાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્તાપમાન રહેશે અને પારો 44 ડિગ્રી સુધી પહોચવાનો છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરી દેવામાં આવી છે. કારણકે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોચવાનો છે.
રાજકોટમાં ગરમીનો પારો વધી જતા અહીયા મનપા દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથેજ આરોગ્ય વિભાગ દ્વારા પણ હિટવેવને લઈને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ જે રીતે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. તેના કારણે લોકો હવે પરેશાન થઈ ગયા છે. કારણકે વધતી જતી ગરમીને કારણે લોકોનું ઘરનું બહાર નિકળવું મુશ્કેલ છે.
ઉલ્લેખનિય છે કે અમદાવાદ, રાજકોટ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં કોરોનાને કારણે સરકાર દ્વારા રાત્રે 9 વાગ્યા પછી કર્ફયું લાદી દેવામાં આવ્યો છે. જેથી શહેરીજનો રાત્રે ઘરની બહાર નથી નીકળી શકતા તેવામાં ગરમીનો વધતા જતા ત્રાસને કારણે દિવસે પણ લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. જેથી લોકોમાં ક્યાંકને ક્યાંક હવે રોષ ઉભરાઈ આવ્યો છે.