ઘોર બેદરકારી આવી સામે, અહિ કોરોના દર્દીઓની લાશને પુલ પરથી ફેંકીને જઈ રહ્યા છે એમ્બ્યુલન્સ ચાલકો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

દેશમાં કોરોનાની બીજી લહેર કહેર મચાવી રહી છે, ત્યારે દેશમાં એવો સમય જ્યારે કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. ત્યારે કેટલાક લોકોના લાપરવાહી ને કારણે આ સંક્રમણ વધુ ફેલાવાનું જોખમ વધી શકે છે.

જો તમને અસંવેદનશીલતાની હદ જોવી હોય તો ઉત્તર પ્રદેશની સરહદે આવેલા બિહારના સારણ જિલ્લાના માંઝી પ્રખંડના જયપ્રભા સેતુ પર આવીને જુઓ. બિહાર અને યુપીની સરહદને જોડતો આ સૌથી મહત્વપૂર્ણ રોડ પુલ હવે કોવિડ સંક્રમિત મૃતદેહોના નિકાલ કરવાનો એક માધ્યમ બની ગયો છે. હાલના દિવસે આ પુલ પરથી એમ્બ્યુલન્સ ચાલકો હોસ્પિટલોમાંથી લાવવામાં આવેલ મૃતદેહને અહીં ફેંકીને આરામથી નીકળી જાય છે અને વહીવટી તંત્ર આંધળી આંખે પરિસ્થિતિ સામાન્ય કે નિયંત્રણ હેઠળ હોવાનું કહેવાનો પ્રયાસ કરતુ રહ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, બિહાર હોય કે ઉત્તરપ્રદેશ, બંને રાજ્યો તરફથી એમ્બ્યુલન્સ વાળા આવતા જતા રહે છે, અને આ પુલ પરથી લાશને નદીમાં ફેંકીને જતા રહે છે. સંક્રમિત મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવતાં નથી અને ના તો તેમને જમીનમાં દફનાવવામાં આવી રહ્યા છે. રખડતા પશુઓનો ખોરાક બનતા આ મૃતદેહોને લઈને સંવેદનશીલ વહીવટીતંત્ર એક મોટા જોખમને નજર અંદાજ કરી રહ્યું છે.

માંઝીના રહેવાસી અરવિંદ સિંહનું કહેવું છે કે એમ્બ્યુલન્સના ચાલકો આવા જ કોરોના સંક્રમિત દર્દીઓના મૃતદેહ ફેંકીને જતા રહે છે. આ કામ યુપી અને બિહાર બંને રાજ્યોથી આવતા લોકો કરી રહ્યા છે. તેમને વહીવટી તંત્રને આ દિશામાં ધ્યાન આપીને નક્કર પગલાં લેવા માટે માંગ કરી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19) ના દર્દીઓના સાજા થવાનો દર ધીમી ગતિએ વધી રહ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના કેસમાં 37,572નો ઘટાડો થયો હતો.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો