Central Gujarat

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બન્યો ભયનો રસ્તો, ચાલુ વાહનો પર કરવામાં આવ્યો પથ્થરમારો

સામરખા પાસે મંગળવારની રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ જતા માર્ગ પર કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા 12 થી વધુ વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેના લીધે વાહનચાલકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

તેમ છતાં બનાવમાં કોઈ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી. જયારે બનાવ અંગેની જાણ હાઈવે આથોરોટી અને આણંદ તથા ખેડા જિલ્લા પોલીસને કરવામાં આવતા તાત્કાલિક આણંદ-ખેડા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમ છતાં અજાણ્યા ઈસમો કોણ હતા તેની કોઇ જાણકારી સામે આવી નથી.

જ્યારે આ ઘટના બાદ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, દિવાળી જેવા તહેવારોમાં લોકો રૂપિયા અને કિંમતી સામાનને લઈ જતા હોય છે. જેના કારણે લૂંટના ઈરાદે હુમલો કરાયો હોવાનું બની શકે છે. તેમ છતાં આ અંગેની જાણ હાઈવે ઓથોરીટી અને પોલીસને કરવામાં આવતા તેમના દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ બાબતને લઈને મીડિયા સાથે વાત કરતા વડોદરાના રાજનભાઈ પ્રજાપતિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મંગળવારના રાત્રિના સાડા દસ વાગ્યાની આજુબાજુ તેઓ વડોદરાથી અમદાવાદ આવી રહ્યા હતા. આ સમયે આણંદ જિલ્લાથી થોડા આગળ સામરખા પાસે પાંચથી વધુ વાહનો રોડ સાઈડ પાર્ક કરેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેમાં કેટલાંક વાહનોના કાચ તૂટેલી હાલત જોવા મળ્યા હતા. આ જોઇને લોકો સાથે વાતચીત કરવામાં આવી તો જાણવા મળ્યું કે, કોઇ અજાણ્યા ઇસમો દ્વારા વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ચાલુ વાહનો પર પથ્થરમારો થતા અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker