News

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ: 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સ્પે.કોર્ટમાં આજે સુનાવણી શરૂ થઇ છે. જેમાં 49 દોષિતોને સજા સંભળાવવામાં આવી છે. જેમાંથી 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, જયારે 11 દોષિતોને આજીવન કેદની સજા આપવામાં આવી છે.

અગાઉ કોર્ટે આરોપીના વકિલને સાંભળ્યા હતા. કોર્ટે આતંકી કૃત્યની કલમો UAPA ની કલમો હેઠળ સજા કરી છે. સાથે જ રેરેસ્ટ ઓફ રેર કેસ છે તે રીતે સજા સંભળાવી છે.

1થી 16 નંબર અને 18,19 , 20,28,31,32,36,37,38,39 40,42,44,45,47,49,50,60,63,69,70 અને 78 નંબરના આરોપીઓને ફાંસી

સુનાવણી દરમિયાન ખાસ સીનીયર સરકારી વકીલ એચ.એમ.ધ્રુવ, અમીત પટેલ અને સુધીર બ્રહ્મભટ્ટે સરકાર તરફ્થી એવી રજૂઆત કરી હતી કે દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે, જેથી મહત્તમ સજા થવી જોઈએ. આ માટે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરસ્ન્સ આપવામાં આવ્યો હતો.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.બીજી તરફ આ કેસમાં આજે બચાવ પક્ષના વકીલોની દલીલો કોર્ટે સાંભળી હતી. સમગ્ર દેશને હચમચાવી દેનારા 26મી જુલાઈ, 2008ના દિવસે શહેરમાં 20 સ્થળોએ ગણતરીની મિનિટોના જ અંતરે જીવલેણ બોમ્બ બ્લાસ્ટ થયેલા. જેમાં 58ના મોત થયેલા, 244ને ઈજા પહોંચી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker