અમદાવાદમાં ચાલુ બાઈકે યુવકના ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, જાણો પછી શું થયું…..

અમદાવાદના મણિનગરમાં એક એવી ગંભીર ઘટના બની છે જેને જાણીને તમારા હોશ ઉડી જશે. તેમાં પણ જાણવા લાયક એ છે કે, આજના સમયમાં નાના બાળકો હોય કે પછી વૃદ્ધ તમામ લોકો પાસે મોબાઈલ તો જરૂર હોય છે અને એવામાં આ સમાચાર તમારા માટે ખુબજ અગત્યના છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક બાઈક ચાલક સાથે એવી જ ઘટના ઘટી છે કે તેને અંદાજો પણ નહીં હોય કે, તેની સાથે આવી ઘટના ઘટી શકે છે.

મણિનગરના ફાયર સ્ટેશન સામેથી એક બાઈક સવાર પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક બાઈક સવાર નીચે પટકાઈ ગયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી અને આજુબાજુમાં રહેલા લોકો એકઠા થઈ ગયા હતા. લોકો દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, બાઈક સવારના ખીસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થયો હતો અને જેના કારણે તે નીચે પટકાઈ ગયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને બ્લાસ્ટ થવાના કારણે તે દાઝી પણ ગયા છે.

જ્યારે લોકો દ્વારા તાત્કાલિક 108 માં ફોન કરી બોલાવવામાં આવી અને બાઈક ચાલકને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, બાઈક સવારનું નામ ઋષિ હોવાનું સામે આવ્યું છે અને જેને ઈશનપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, ઋષિ ભાઈ ના હાથમાં ખુબ જ ગંભીર ઈજાઓ પહોંચી છે જેથી ડોક્ટરની ટીમ દ્વારા સારવાર ચાલુ કરાઈ છે. મહત્વનું છે કે થોડા સમય પેહલા પણ આવી રીતે મોબાઈલ બ્લાસ્ટના કારણે એક કિશોરીનું મોત પણ થયું હતું..

જ્યારે આ ઘટના ખુબજ ગંભીર છે કેમકે આજ ના સમયમાં તમામ લોકો મોબાઈલ નો ઉપયોગ કરતા હોય છે. આ રીતે બ્લાસ્ટ થવો લોકોના જીવનમાં ખતરો છે.

Scroll to Top