અમદાવાદમાં પ્રેમિકા સાથે બિભત્સ ચેનચાળા કરનાર મિત્રનું ગળું કાપી કરી હત્યા

અમદાવાદના દાણીલીમડામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. અહીંયા બે દિવસ પહેલાં એક યુવકની ગળુ કાપેલી હાલતમાં લાશ મળી આવવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો હતો. આ બાબતમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

જયારે પોલીસ દ્વારા પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો છે કે, અગાઉના ઝઘડાની અદાવત રાખી હિસ્ટ્રીશીટરની હત્યા કરાઈ હતી. આ સિવાય ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહત્વના પુરાવાઓ પણ એકઠા કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની કસ્ટડીમાં આવેલ આરોપી મઝહર ઉર્ફે કસાઈ કુરેશી છે, મઝહર દ્વારા આ કામ પણ કસાઈ જેવું જ કરવામાં આવ્યું છે. પોતાના જ મિત્ર અને ડીઝલ ચોરીમાં સાગરીત એવા શાહરૂખ ઉર્ફે મસરી સૈયદની ગળુ કાપી હત્યા કર્યા બાદ લાશ ને કોથળામાં ભરી સોઢણ તલાવડીમાં તેના દ્વારા નાખી દેવામાં આવી હતી. તેની સાથે ધડથી અલગ થયેલું માથું પણ તલાવડીમાં નાખી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો.

તેમ છતાં 10 દિવસ પહેલા થયેલી હત્યા સામે આવી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી મઝહર કસાઈની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, મૃતક શાહરૂખ તેના ઘરની પાસે પોતાની પ્રેમિકા સાથે બેસતો અને બિભત્સ ચેનચાળા કરતો રહેતો હતો.

જેના લીધે મજહરની બહેને તેને ટોક્યો પણ હતો. આ બાબતમના બંને મિત્રો વચ્ચે ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી. તે વાતનો બદલો લેવા મઝહરે મૃતકને પોતાના ઘરે બોલાવી મોડી રાત્રીના તેનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. હત્યા પહેલા બંને મિત્રોએ સાથે નશો પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને તળાવમાં નાખી આરોપી નાસી છુટ્યો હતો.

હત્યાના ગુનામાં મઝહરની પૂછપરછ કરતા તેના દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે, જ્યારે તે શાહરુખની લાશને તળાવમાં નાખવા માટે ગયો ત્યારે તેનો મોબાઇલ અને બાઇક પણ ડૂબી ગયા હતા. જેના કારણે આરોપી દ્વારા નવો મોબાઈલ ખરીદી લીધો હતો. જ્યારે કબૂલાત બાદ પોલીસના આરોપીના મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. આ સિવાય હત્યા માટે વપરાયેલ તિક્ષ્ણ છરો અને બાઈક પણ જપ્ત કરવામાં આવ્યા છે.

Scroll to Top