અમદાવાદમાં ફાળવેલી સ્કૂલોમાં હાજર ન થનારા શિક્ષકો સામે સરકારનું કડક વલણ, હવે તેમના પગારમાંથી કપાશે આટલા રૂપિયા

અમદાવાદમાં ભરતી સમિતિ દ્વારા શિક્ષકોને સ્કૂલો ફાળવવામાં આવ્યા બાદ તેઓ હાજર ન થતા તેમના પગારમાંથી મહિને 5 હજાર પ્રમાણે 40 મહિના સુધીમાં બે લાખ રૂપિયા કાપવાનો નિર્ણય લેવાયો છે. ઘણાં શિક્ષકોએ તાજેતરમાં ભરતીમાં પસંદગીની સ્કૂલ ના મળવવાના કારણે હાજર થયા નહોતા એટલે તેમના પગારમાંથી બે લાખ રૂપિયા કાપવાનો નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, આ શિક્ષકો પાસેથી અગાઉ સોગંદનામું લેવામાં આવ્યું હતું. તેમ છતાં શિક્ષકો હાજર ન થતા તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવી હતી અને આ ભરતીમાં હાલ શિક્ષક તરીકે જ ફરજ બજાવનાર શિક્ષકો દ્વારા ઉમેદવારી નોંધાવાઈ હતી.

તેમ છતાં ઉમેદવારો ભરતીમાં જે શાળા ફાળવવામાં આવી હોય ત્યાં હાજર ન થતા હવે તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ શિક્ષકો પાસે ભરતી પહેલા જ સોગંદનામું પણ લેવામાં આવ્યું હતું કે, તેઓ જે શાળા મળશે તેમાં ફરજ બજાવવા માટે હાજર થઈ જશે.

તેની સાથે જે શિક્ષકોએ ભરતી દરમિયાન ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ હાજર ના થતા તેમની સામે ભરતી પ્રક્રિયાની કાર્યવાહીમાં અવરોધ ઉભા કરવા તેમજ બેરોજગાર ઉમેદવારોને રોજગારની તકથી વંચીત રાખી સરકાર શિક્ષિત નાગરિકોને રોજગાર પૂરો પાડવાના ટાર્ગેટમાં અવરોધ ઉભો કરવા બદલ ઉમેદવારોના પગારમાંથી માસીક 5 હજાર રૂપિયા લેખે 40 મહિનામાં 2 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવશે.

તેની સાથે આ કાર્યવાહી કરવા માટે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા આ મુદ્દે પ્રાથમિક શિક્ષક નિયામક કચેરીનેપત્ર લખીને હાજર ના થનારા શિક્ષકોના નામ અને તેમની હાલની શાળા સહિતની વિગતો આપવામાં આવી છે. હવે તેમના પગારમાંથી 40 મહિના સુધી 5 હજાર રૂપિયા કાપવામાં આવશે. સોગંદનામા પ્રમાણે ભરતી માટે ના આવનારા શિક્ષકોના પગારમાંથી 2 લાખ રૂપિયા કાપવામાં આવશે.

Scroll to Top