અમદાવાદમાં વેક્સીન નહીં તો AMTS – BRTS પરવાનગી નહીં, રસી લીધી ના હોય તેને સ્થળ પર જ રસી અપાઈ

અમદાવાદમાં ‘નો વેક્સિન નો એન્ટ્રી’ અભિયાનનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા એએમટીએસ, બીઆરટીએસ, ગાર્ડન અને મહાનગર પાલિકાની ઓફિસ ખાતે વહેલી સવારથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ બાબતમાં જે વ્યક્તિને બસમાં મુસાફરી કરવી હોય કે ગાર્ડનમા પ્રવેશ મેળવવો હોય અથવા એએમસી બિલ્ડીગમા પ્રવેશ પહેલા કોરોના વેક્સિન સર્ટિફિકેટ ફરજીયાત બતાવું પડશે. જો વેક્સિન નહી લીધી હોય તે કર્મચારી કે અન્ય વ્યક્તિને સ્થળ પર જ વેકિસન આપવામાં આવશે.

તેની સાથે એએમસીની ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરની આવેલા ૨૮૩ ગાર્ડનમા સવારથી જ ગાર્ડન વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. જે વ્યક્તિ કોરોના વેકિસન સર્ટિફિકેટ બતાવી રહ્યા છે તે જ વ્યક્તિ પ્રવેશ આપવામાં આવ્યો છે.

તેની સાથે કેટલાક લોકો મોબાઇલ સાથે ન લાવ્યા હોય કે પછી તેઓ કોઇ પુરાવા ના આપ્યા તેઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. બીઆરટીએસ જનરલ મેનેજર વિશાલ ખન્નામા દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, શહેરમાં ૧૬૩ બીઆરટીએસ સ્ટેશન પર સિક્યુરટી ગાર્ડ, બીઆરટીએસ સ્ટાફ દ્વારા ચેકીંગ કરાઈ રહ્યું છે.

નોંધનીય છે કે, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વેક્સિન મહા અભિયાન અંતર્ગત મહત્વ પૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. વેકિસનનો પ્રથમ ડોઝ ન લીધો હોય અને બીજા ડોઝનો સમય થયો હોય છતા ના લીધો તેવા વ્યક્તિ એએસસીની બિલ્ડીગ સહિત એએમટીએસ અને બીઆરટીએસ પ્રવેશ આપવામાં આવશે નહી.

મહાનગર પાલિકા કમિશનર મુકેશ કુમાર દ્વારા તમામ વિભાગના વડાઓ સરક્યુલર કરી જાણ કરવામાં આવી છે. કર્મચારી એએસમી તમામ બિલ્ડીગમા પ્રવેશતા પહેલા વેકિસન સર્ટિફિકેટ બતાવુ ફરજીયાત રહેશે.

આ નિયમ મુજબ AMTS – BRTS, કાંકરિયા લેફ્રન્ટ, કાંકરિયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, તમામ લાઈબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાના, સીટી સિવિલ સેન્ટર, એએમસી સ્પોટસ કોમ્પલેક્ષમાં પ્રવેશ માટે વેક્સીન જરૂરી છે.

જયારે શહેરમાં કુલ 46.24 લાખ લોકો વેકસીન લેવા પાત્ર રહેલા છે. જે પૈકી 37 લાખ લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. 37 લાખ પૈકી 17.11 લાખ લોકોએ બીજો ડોઝ લીધેલ છે. શહેરમાં એક અંદાજ મુજબ 8 લાખ લોકો હજુ બાકી રહેલા છે.

Scroll to Top