અમદાવાદમાં એક યુવતીને મોબાઈલ નંબર આપવો પડ્યો ભારે, યુવતી આ રીતે થઈ હેરાન….

અમદાવાદમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર યુવતીઓ માટે ચેતવણી સ્વરૂપ એક ઘટના સામે આવ્યો છે. જો તમે તમારો મોબાઈલ નંબર કોઈ અજાણ્યા લોકોને આપી રહ્યા છો તો જિંદગીભર પસ્તાવાનો વારો આવી શકે છે. તેની જ એક ઘટના અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે. આરોપી દ્વારા યુવતીના મોબાઈલ નંબર પર ન્યૂડ ફોટો મોકલવામાં આવ્યો છે.

જ્યારે આ બાબતમાં એ સામે આવ્યું છે કે, યુવતીઓ માટે પોતાનો મોબાઈલ નંબર અજાણ્યા વ્યક્તિને આપવો એ પણ મુસીબત બનતું જોવા મળી રહ્યું છે. તેવો જ એક કડવો અનુભવ દાણીલીમડા ખાતે રહેનારી એક યુવતી સાથે થયો છે. યુવતી ફોટો સ્ટુડિયોમાં એક ફોટો ફ્રેમ લેવા ગઈ હતી ત્યારે યુવતીને એક ફોટો વાળું કિચન પસંદ આવ્યું હતું. આ કિચન બનાવવા માટે ફરિયાદ નોંધાવનાર દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો હતો.

આ ઓર્ડર તૈયાર થઈ જતા ફરિયાદી દ્વારા સ્ટુડિયોના માલિકે આપેલ મોબાઈલ નંબર પર રૂપિયા ફોન પે કરવામાં આવ્યા હતા. જેનો સ્ક્રીન શોટસ પણ ફરિયાદીના દીકરી દ્વારા આ મોબાઈલ નંબર પર મોકલી દેવાઈ હતી.

ત્યારે ઓ કે સ્ટુડિયોના માલિક દ્વારા યુવતીનો નંબર મેળવી યુવતી સાથે સંપર્ક કરી તેની પાસેથી ઓનલાઇન રૂપિયા પ્રાપ્ત કર્યા બાદ પોતાનો ન્યૂડ ફોટો યુવતીને મોકલી દીધો હતો. જેના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરી આરોપી હનીફ શેખની ધરપકડ કરવામાં આવી છે અને ગુનામાં વપરાયેલ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ સિવાય આરોપી દ્વારા આ અગાઉ અન્ય કોઈ યુવતીઓ સાથે આવું બિભસ્ત વર્તન કરવામાં આવ્યું છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાબતમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચના acp દ્વારા કહેવામાં આવ્યું છે કે, ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, તેમની પુત્રીને આવી રીતે બીભત્સ ફોટો મોકલાયા છે ત્યાર બાદ અમે તરત જ કાર્યવાહી હાથ ધરીને આરોપીને પકડી લીધો છે..

Scroll to Top