અમદાવાદના આ જાણીતા બિઝનેસમેને, માઁ અંબા ના ધામ માં આપ્યું આટલું સોનુ જાણી ને ચોકી જશો

ભારત સિવાય વિશ્વભરમાં પ્રખ્યાત એવું શ્રી આસાસૂરી અંબાજી માતાનું મંદિર બનાસકાંઢાના દાંતા તાલુકામાં આવેલુ છે.

જે એક પુરાણસિદ્ઘ શક્તિપીઠ તરીકે ઓળખાય છે.શક્તિપીઠ આગવુ મહત્વ હોવાથી શૈવ ઉપરાંત લકુલિશ સંપ્રદાયમાં પણ ઘોર સાધના માટે અંબાજી વિશિષ્ટ સ્થાન તરીકે પ્રખ્યાત છે.અહીંયા ભવાનીની કોઇ મૂર્તિ નથી,પરંતુ ત્યાં એક વીસાયંત્ર સ્થાપિત છે.

શુદ્ઘ સેનામાંથી બનાવેલા આ યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે.માતાજીના યંત્રના સ્થાનને નજરથી જોવાનું નિષેધ હોઇ પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે.

આ મંદિરનું જીર્ણોદ્ઘાર 1975થી શરૂ થયુ હતુ, જે હજુ સુધી ચાલુ છે. સફેદ સંગમરમરથી બનેલુ આ ભવ્ય મંદિર ભક્તો સિવાય પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે, જેનું શિખર 103 ફૂટ ઉચુ છે અને તેના પર 358 સુવર્ણ કળશ  છે.

મંદિરથી લગભગ 3 કિમી દૂર એક ગબ્બર નામનો એક પર્વત છે, જ્યાં દેવીનું એક પ્રાચીન મંદિર સ્થાપિત છે. એવું માનવામાં આવે છે કે,આ પત્થર પર અહીંયા માના પદચિહ્ન તથા રથચિહ્ન બન્યા છે.

અંબાજીના દર્શન પછી, શ્રદ્ઘાળુ ગબ્બર પહાડી પર સ્થિત આ મંદિરમાં ચોક્કસથી થાય છે. આજે ભાદરવી પૂનમ છે અને આ દિવસે બનાસકાંઠામાં આવેલ અંબાજી શક્તિપીઠમાં ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ભાદરવી પૂનમ હોઈ યાત્રાધામ અંબાજી મંદિરનાં દર્શન-આરતીના સમયમાં સાત દિવસ માટે ફેરફાર થયો છે.

શનિવાર 14 સપ્ટેમ્બર સુધી નવો આરતી અને દર્શનનો સમય યથાવત્ રહેશે. આરતીનો સમય 6.15થી 6.45 કરાયો છે.તો સાંજની આરતીનો સમય 7.૦૦થી 19.30 કરાયો છે. માતાજીનાં દર્શન સવારે 6.45થી 11.30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.

બપોરે 12.30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી દર્શન કરી શકાશે, સાંજે 7.30 થી લઈને 1.30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.આજે પણ સવારથી અવિરતપણે માતાજીના રથ અને 52 ગજની ધજાઓ લઇ પદયાત્રીઓ મંદિર તરફ ધસી રહ્યા છે.

સમગ્ર મેળામાં શ્રદ્ધાળુઓનો આંકડો 25 થી 30 લાખ સુધી પહોંચે તેવી શક્યતા છે.અંબાજીના મહામેળા માટે વૃદ્ધો, વિકલાંગો તથા બાળ બક્તો માટે ખાસ એસટી બસનો પ્રારંભ કરાયો છે. જે નિઃશુલ્ક છે. આ સાથે જ ભક્તો માટે ટેન્ટ સિટી સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

તમને જણાવી દઇએ કે, અંબાજીમાં મા અંબેના મંદિરમાં ભાવિક ભક્તો સોનાનું દાન કરતા રહે છે, આ દરમિયાન અંબાજીમાં એક ભક્તે 1 કિલો સોનાનું દાન કર્યું છે. નવનીત શાહ નામના ભક્તે 1 કિલો સોનું મા અંબેના ચરણોમાં અર્પણ કર્યું છે.

આ 1 કિલો સોનાની કિંમત રૂ.31.96 લાખ રૂપિયા છે.છેલ્લા 4 વર્ષથી માઈ ભક્ત આપે માના ચરણોમાં સોનું દાન કરી રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર નવનીત શાહ અમદાવાદની ફાર્મા કંપની ચલાવે છે. જેઓ છેલ્લા ચાર વર્ષની સુવર્ણ દાન કરી રહ્યા છે.

આજે નવનીતભાઇ શાહે માં અંબાજી ચરણમાં એક કિલો સોનાની બિસ્કિટનું સુવર્ણ દાન કરી ચર્ચામાં આવી ગયા છે.નવનીત શાહ માં અંબાના મંદિરમાં ઘણા વર્ષોથી સોનું દાન કરી રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top