નમસ્કાર મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક એવા મહિલાની કહાની જે છેલ્લા 8 વર્ષેથી અમદાવાદમાં રાગડાપૂરી ને 5 અલગ-અલગ ફ્લેવરમાં વેચી પોતાના પરિવારની મદદ કરી રહ્યા છે.
આ આન્ટીનું નામ વર્ષા ત્રિવેદી છે જે છેલ્લા 8 વર્ષેથી અમદાવાદના મણિનગરમાં જલારામ પાણીપૂરી સેન્ટર નામની લારીએ રાગડાપૂરી વેચી રહ્યા છે. જેઓ પાણી પૂરી સાથે ચણા અને પાંચ અલગ-અલગ ફ્લેવરના પાણી આપે છે. જેવા કે ગાર્લિક, સ્વીટ, મિંટ,ચાયનિસ અને એકદમ સ્પાયસી આપે છે. જે માત્ર 30 રૂપિયાની રગડા પુરીની પ્લેટ આપે છે.
તેમણે બે દીકરીઓ પણ છે જે આ પાણીપુરીના કામમાં તેમણે મદદ કરી રહી છે. તેમની એક ખાસ વાત તો એ છે કે તેઓ તેમના ગ્રાહકોને પહેલા સેનિટાયજર વાળા પાણીથી હાથ સાફ કરાવીને પાણી પૂરી સર્વ કરે છે.
જો તમે પણ આ રાગડાપુરીનો સ્વાદ લેવા માંગો છો તો તેનું એડ્રેસ છે જલારામ પાણીપૂરી સેન્ટર, હેવમોર રેસ્ટોરન્ટ ની સામે, એલજી બ્રિજ કોર્નેર, મણિનગર, અમદાવાદ. તો મિત્રો, તમે અમદાવાદ જાવ તો એકવાર જરૂર આ આન્ટી ની રાગડાપૂરી ખાવ.