અમદાવાદનો વિચિત્ર કિસ્સો: મામાએ ભાણી સાથે કરી એવી હરકત જેને જાણીને ઉડી જશે તમારા હોશ

અમદાવાદમાં મામા ભાણીના સંબંધોને કલંકિત કરનારી ઘટના સામે આવી છે. જેમાં મામા દ્વારા સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર ભાણીના નામનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જેમાં ભાણીનો ફોટોસ તેમજ તેનો નંબર અને ભાવ લખી કાઢવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતમાં અમદાવાદ પોલીસ દ્વારા આરોપી મામાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ યુવતીના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ ડિલિટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપીની વટવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેની જ પરિણીત ભાણીના નામની ફોટોસ વાળી એક પોસ્ટ કરી બદનામ કરવાનો હેતુ રહેલો હતો. જેમાં તેમને બીભત્સ લખાણ લખ્યું અને જેના કારણે મહિલાને વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

અંતે પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપી મામાની ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, ભાણેજનું ફેક ફેસબુક પેજ બનાવીને તેનો મોબાઈલ નંબર અને ભાવ લખી દેનારો તેનો મામો જ હતો.

તેની સાથે ભાણેજ પર અનેક લોકોના ફોન આવ્યા અને પોલીસને ખબર પડી તો તપાસમાં સામે આવ્યું કે આરોપી પોર્ન વીડિયો જોવાનો શોખીન છે. જેના કારણે તે માનસિક વિકૃત પણ થઈ ગયો છે. હાલ પોલીસની વાત માનવામાં આવે તો આરોપી માનસિક અસ્વસ્થ રહેલ છે અને તેના લીધે જ તેણે આવી હરક્તને અંજામ આપ્યો હતો. આરોપી દ્વારા મહિલાના નામ અને નંબર સાથે પોસ્ટ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ હરકતના કારણે આરોપીની ભાણીને અનેક ફોન કોલ્સ આવ્યા અને બાદમાં તેને આ ઘટના વિશે જાણ થઈ હતી. જેના કારણે તેને પોલીસને આ વિશેમાં જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસની ટીમ આરોપી સુધી પહોંચી ગઈ હતી. તેની સાથે આરોપી એમ્બ્રોડરીનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ કૃત્ય કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ત્યારે આવા માનસિક અસ્વસ્થ આરોપીની વટવા પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Scroll to Top