અમદાવાદ પહોંચતા ની સાથેજ વૃષ્ટી-શિવમે કહ્યું, અમારે રાહુલ ગાંધીજીને મળવું છે, જેની પાછળ નું કારણ જાણીને તમે પણ ચોંકી જશો

સમગ્ર શહેરમાં ચકચાર મચાવનારા વૃષ્ટિ અને શિવમ પટેલના ગુમ થવાના કિસ્સાનો આખરે 10 દિવસે અંત આવ્યો છે. ગઈકાલે ઉત્તરાખંડમાંથી મળી આવેલા વૃષ્ટિ અને શિવમને પોલીસ આજે ક્રાઈમ બ્રાંચ અમદાવાદ લઈ આવી છે.

એરપોર્ટ પરથી તેમને સીધા જ ક્રાઈમ બ્રાંચની ઓફિસે લઈ જવામાં આવ્યાં હતાં. અહીં મીડિયાએ તેમને અનેક સવાલ કર્યા હતા, પરંતુ બંનેમાંથી એકેયે કોઈ જવાબ નહોતો આપ્યો.10 દિવસથી સમગ્ર રાજ્યમાં ચર્ચાની ચગડોળે ચડેલા વૃષ્ટી જસુભાઈ અને શિવમ પટેલને કસોલથી શોધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ શોધી લાવી હતી.

અમદાવાદ ઍરપૉર્ટથી ક્રાઇમ બ્રાન્ચ આવી પહોંચેલા વૃષ્ટી પટેલ અને શિવમ પટેલે જણાવ્યું હતું કે અમારે રાહુલ ગાંધીજી’ને મળવું છે. શિવમ પટેલના આવા નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.

વૃષ્ટી જસુભાઈ અને શિવમ પટેલ હિમાચલના કસોલથી મળી આવ્યા બાદ ક્રાઇમ આજે ફ્લાઇટ મારફતે અમદાવાદ લઈ આવી હતી. પોલીસને આ બંને મિત્રોએ જણાવ્યું હતું કે તેઓ સાંસારિક જીવનથી કંટાળી ગયા હતા અને સન્યાસના માર્ગે હિમાલયનો આધ્યાત્મિક પ્રવાસ કરવા નીકળ્યા હતા.

અમદાવાદ ઍરપૉર્ટથી ક્રાઇમ બ્રાન્ચ પહોંચેલા શિવમને પત્રકારોએ પૂછ્યું કે તમે શા માટે ભાગી ગયા હતા. ત્યારે શિવમ પટેલે જવાબ આપ્યો હતો કે સત્ય માટે.અમારે રાહુલ ગાંધીજીને મળવું છે.

આજે એરપોર્ટ પર પોલીસ વૃષ્ટિ અને શિવમને લઈને આવી ત્યારે તેમના વાલીઓએ તેમનું બુકે આપીને સ્વાગત કર્યું હતું.

જોકે, એરપોર્ટ પરથી સીધા જ તેમને પોલીસના વાહનમાં ક્રાઈમ બ્રાંચ લઈ જવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, વૃષ્ટિ ગુમ થઈ છે તેવું સોહા અલી ખાને ટ્વીટ કરતાં આ સમગ્ર મામલો છાપે ચઢ્યો હતો.

વૃષ્ટિ પોતાના મિત્ર શિવમ સાથે ક્યાંક ચાલી ગઈ છે તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. બંને અમદાવાદ રેલવે સ્ટેશન પર કેમેરામાં દેખાયા પણ હતા. તેમનું છેલ્લું લોકેશન મહેસાણા મળ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ મહેસાણાથી મધ્ય પ્રદેશ અને ત્યાંથી કાશ્મીર ગયા હતા.

કાશ્મીરમાં થોડો સમય રહ્યા બાદ બંને અરુણાચલ પહોંચ્યાં હતાં, અને ત્યાંથી તેઓ હિમાચલના કુલ્લુ ગયા હતા. પોલીસે જ્યારે તેમને પકડી લીધા ત્યારે બંનેએ પોતે આધ્યાત્મિક પ્રવાસે નીકળ્યાં હતાં.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ બંનેની તલસ્પર્શી પૂછપરછ કરશે અને તેમની પાસેથી ઘર છોડીને જવાનું કારણ જાણશે.

દરમિયાન શિવમ પટેલના દાદાએ મીડિયા સાથે કઈ પણ વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.તેમણે જણાવ્યું હતું કે મારે કશું કહેવું નથી મને માફ કરો મને હાર્ટ એટેક આવશે તો પોલીસ સ્ટેશને લઈ જવો પડશે.

અમદાવાદથી 30મી સપ્ટેમ્બરે ઘર છોડીને જતી રહેલી વૃષ્ટી જસુભાઈ અને શિવમ પટેલે ચાર રાજ્યોનો પ્રવાસ ખેડ્યો હતો.

તેઓ અમદાવાદથી નીકળી અને મહેસાણાના ઉવારસદ ગયા હતા જ્યાંથી તેઓ મધ્ય પ્રદેશ થઈ અને થોડા દિવસો કાશ્મીરમાં રહ્યા હતા. કાશ્મીરથી નીકળી તેઓ અરૂણાચલ પ્રદેશ ગયા હતા અને અરૂણાચલ પ્રદેશથી અંતે કુલ્લુ આવ્યા હતા.અંતે હોવી આ કેશ હોવી નીવડી ચુક્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top