AhmedabadGujaratReligious

અમદાવાદ શહેરમાં કોરોના પ્રોટોકોલ સાથે ભગવાન જગન્નાથની 144મી નીકળી રથયાત્રા, જાણો શું છે માહોલ

અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવામાં આવી છે. કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે તેઓએ મંગળા આરતી કરી હતી. અષાઢી બીજે સોમવારે જગન્નાથ મંદિર ખાતે સવારે 4 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી છે. મંગળા આરતી (Mangla Aarti) માં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. મંગળા આરતી બાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભગવાનની આંખો પરથી પાટા દૂર કરવામાં આવ્યા હતા.

ત્યારે મંદિર અને આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ વિધિ કરવામાં આવી. જે ભાઈ બળભદ્રને તાલધ્વજ રથમાં, બહેન સુભદ્રાને કલ્પધ્વજ રથમાં અને ભગવાન જગન્નાથને નંદીઘોષમાં રથમાં બિરાજમાન કરાયા છે. ત્યારે હવે સીએમએ પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવી છે. જે ત્રણેય રથ બહાર નિકળ્યા છે. આ ત્રણેય રથને કેસરી કલરના પ્રતિકાત્મક માસ્ક પહેરાવવામાં આવ્યા છે. જે એક પછી એક ત્રણેય રથ નિકળ્યા છે. હાલમાં રથયાત્રા રાયખડથી આગળ પહોંચી ગઈ છે.

આજે નિજમદિરથી ભગવાન, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ જગન્નાથ ઐતિહાસિક રથમાં સવાર થઇ મામાના ઘરે સરસપુર આવશે અને ત્યાં તેમને મમેરા માં પહેરવેશ અને ભેટ સોગંદ આપવામાં આવશે. જો કે કોરોનાના કારણે રથયાત્રા ચુસ્ત બંદોબસ્ત સાથે ભક્તો વગર નીકળવાની છે.

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાનું આયોજન: આ વખતે કુલ 120 ખલાસીઓ દ્વારા જ રથ ખેંચવામાં આવશે. જેમાં 60 ખલાસીઓ જગન્નાથ મંદિરથી સરસપુર જ્યારે અન્ય 60 ખલાસીઓ સરસપુરથી નિજ મંદિર સુધી રથ ખેંચશે. ત્રણેય રથ સહિત કુલ પાંચ વાહનને જ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ભજન મંડળી, અખાડા, ગજરાજ, ટ્રક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

સામાન્ય રીતે રથયાત્રા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત વિવિધ સ્થાને થોડા સમય માટે રોકાય છે. આ વખતે માત્ર સરસપુર ખાતે જ ત્રણેય રથને વિરામ અપાશે. રથયાત્રામાં માત્ર પાંચ વાહનોને મંજૂરી આપવામાં આવી છે. મંદિરની બહાર ચાર રસ્તા પર જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આજે અષાઢી બીજ જ્યારે જગતના નાથ જાતે જ નગરજનોને આશિર્વાદ આપવા માટે નગરચર્યાએ નીકળે છે. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (Rathyatra) આજે યોજાશે. જેમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ તો નીકળશે પરંતુ માર્ગમાં તેમના ભક્તો નહીં હોય. કોરોના મહામારીને  પગલે આ વખતે રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર સવારે 7થી બપોરે 2 દરમિયાન કરફ્યૂ  જાહેર કરવામાં આવ્યો છે. ભક્તોને આ વખતે ટીવી-સોશિયલ મીડિયાના માધ્યમથી જ દર્શન કરવાની અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રથયાત્રાની પૂર્વસંધ્યાએ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતની સુખ, સમૃધ્ધિ અને વિકાસ માટે ભગવાન જગન્નાથ ની કૃપા આશિષ વરસતા રહે તેવી અપીલ કરી હતી.

શહેરના આ વિસ્તારમાં રાખવામાં આવ્યું છે નો પાર્કિંગ ઝોન, અને AMTS- BRTS આ રૂટ રાખવામાં આવ્યા બંધ: શહેરના જમાલપુર ચકલા, વૈશ્યસભા, માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, સાંકડી શેરીના નાકે, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, ઘીકાંટા રોડ, ફુવારા, ચાંદલા ઓળ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, ખાડિયા જૂનો ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, રાયપુર ચકલા, આસ્ટોડિયા ચકલા વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોન રહેશે.

રથયાત્રાના પગલે BRTS ના ઝુંડાલથી નારોલ, નરોડાથી ઇસ્કોન, એસપી રીંગરોડથી એલડી એન્જિનિયરીંગ, આરટીઓ સર્કુલર રૂટ, આરટીઓ એન્ટીસર્કુલર રૂટ બંધ રહેશે. આ ઉપરાંત 3 રૂટમાં આંશિક ફેરફાર કરાયા છે.

શહેરમાં રથયાત્રાના કારણે AMTS ના સંચાલનને પણ અસર પડી છે. 105 રૂટની 483 બસો પર કર્ફ્યૂની સીધી જ અસર થશે. જેમાં 46 રૂટ પરની 271 બસોને ડાયવર્ઝન અપાયું છે. 57 જેટલા રૂટ ટુંકાવી દેવાયા છે. 2 રૂટ પરની બસો બંધ કરી દેવાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત વર્ષે રથયાત્રાને પરવાનગી આપવામાં આવી નહોતી. જો કે આવર્ષે કોરોના કેસો કાબુમાં હોવાથી રથયાત્રાને શરતી મંજુરી અપાઇ છે. જેના પગલે આ વર્ષે પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવા જઇ રહી છે. જો કે સ્થિતી જોતા રથયાત્રા માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત લાવવાનું આયોજન છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker