આપણે બધા જાણીએ છીએ, અમુક બાળકો ઘરની પરિસ્થિતિ મુજબ ચાલતા હોય છે એવામાં બાળક પરિવારને ખૂબ જ મદદરૂપ બનતા હોય છે જે દરેક પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા રાખતા હોય છે. એવું જ એક 20 વર્ષની છોકરી દ્વારા કરી બતાવવામાં આવ્યું છે કે, જેઓ ભણવાની સાથે-સાથે પિતાનો ધંધો પણ સંભાળી રહી છે. તેમાં પણ ખાસ વાત એ છે કે, અહીં અમૂલ ઘીમાં રગડા પેટીસ બનાવવામાં આવે છે.
આ દરમિયાન કાબુલી ચણાનો રગડો પણ બનાવવામાં આવે છે. જ્યારે દુકાનના સરનામાની વાત કરવામાં આવે તો તે અંકુર ક્રોસ રોડ, નારણપુરા, અમદાવાદમાં અર્પિત રગડા પેટીસ નામની દુકાનથી ફેમસ છે. જો સરનામું ન મળે તો આ નંબર પર તમે 9099346602 વાત કરીને સરનામાને શોધી શકો છો.
જ્યારે આ 20 વર્ષીય છોકરીનું નામ મુસ્કાન જૈન છે અને તે કોલેજમાં અભ્યાસ કરે છે. તે તેની સાથે પિતાના ધંધામાં પણ મદદ કરી રહી છે. દુકાનના સમયની વાત કરીએ તો બપોરના દોઢ વાગ્યા બાદ શરૂ તે થાય છે અને સાંજે 10 વાગે બંધ થઈ જાય છે. જયારે રગડા પેટીસનો ભાવ ૮૦ રૂપિયા છે. આ છોકરી રગડા પેટીસ ખૂબ જ ટેસ્ટી પણ બનાવે છે. તેની સાથે જો અમદાવાદ જાઓ છો તો એક વખત આ જગ્યાની જરૂર મુલાકાત લો.