જમ્મુ કાશ્મીર માં કલમ ૩૭૦ હટ્યા બાદ ભારત મા ખુશી નો માહોલ જોવા માંડ્યો સોશિયલ મીડિયા માં અમિત શાહ ના ભરપૂર વખાણ જોવા મળ્યા દેશ માં અનેક જગ્યા એ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી જેમ દેશ માં દિવાળી હોય તેવો માહોલ સર્જાયો.
અમિત શાહ ભારત ના ગૃહ મંત્રી ને સોશિયલ મીડિયા માં સરદાર પટેલ બાદ બીજા લોખંડી પુરુષ કહેવાયા એવું પણ કહેવાયું કે ભારત ના વડાપ્રધાન નું સપનું પૂરું થયું કાશ્મીરીઓ માં ખુશી ની લહેર જોવા મળી પુરા.
વિશ્વ માં થી સમાચાર મળ્યા અને પુરા વિશ્વ એ આ વાત ની આ નિર્ણય ની નોંધ લીધી અત્યારે પુરા વિશ્વ ની નજર ભારત પર જ છે પાકિસ્તાન વલખા મારે છે.
ભારત નો આ મુદ્દો UN માં લઈ જવા માટે પણ કોઈ દેશ પાકિસ્તાન ને સાથ આપ્યો નથી હવે પાકિસ્તાન ના ઇમરાન ખાન ની એક એવી વાત સામે આવી હતી.
કે એમને સમજોતા એક્સપ્રેસ ને રોકવામાં આવી અને ભારત સાથે વ્યાપારિક સંબંધો એની પાકિસ્તાન ની સેનાએ ને ખુશ કરવા માટે તોડ્યા પરંતુ ત્યારે જ અમેરિકા ના વડાપ્રધાન ટ્રમ્પ ઘ્વારા પાકિસ્તાન ને સલાહ આપવામાં આવી.
અમેરિકાના બે પ્રભાવશાળી ડેમોક્રેટિક સાંસદોએ પાકિસ્તાનને ભારત વિરુદ્ધ ‘બદલાની ભાવનાથી કોઇપણ કાર્યવાહી’ કરવાથી બચવા અને પાકિસ્તાનમાં આંતકી સમૂહો વિરુદ્ધ ‘ઠોસ કાર્યવાહી’ કરવા કહ્યું છે.પાકિસ્કતાને જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવાના ભારતના પગલાને ‘એકતરફી અને ગેરકાનૂની’ બતાવ્યો હતો.
પાકિસ્તાને ભારતના પગલા વિરુદ્ધ બુધવારે ભારતના હાઇ કમિશ્નર અજય બિસારિયાને હાંકી કાઢ્યા હતા અને નવી દિલ્હી સાથે રાજદ્વારી સંબંધોને તોડી નાંખ્યા હતા.
સેનેટર રોબર્ટ મેનેન્દેજ અને કોંગ્રેસ સભ્ય ઇલિયટ એન્જેલે બુધવારે એક સંયુક્ત નિવેદનમાં જમ્મૂ કાશ્મીર પર લેવામાં આવેલ પગલા પર ચિંતા દર્શાવી. મેનેન્દેજ સેનેટરની વિદેશ સંબંધોની સમિતિના ટોચના સભ્ય છે. જ્યારે એન્જેલ ગૃહના વિદેશ મામલાની સમિતિના અધ્યક્ષ છે.
એમણે એક નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાને નિયંત્રણ રેખા પર ઘુસણખોરી કરવામાં મદદ સહિત કોઇપણ પ્રકારની બદલાની કાર્યવાહીથી બચવું જોઇેએ અને પાકિસ્તાનની જમીન પર આંતકવાદી ઢાંચા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ.
જમ્મૂ કાશ્મીરમાં નજરબંધ અને પ્રતિબંધો પર ચિંતા દર્શાવતા સાંસદોએ કહ્યું કે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર હોવાના નાતે ભારત પાસે પોતાના તમામ નાગરિકોને વિધાનસભાની આઝાદી,સૂચના મેળવવી અને કાનૂન હેઠળ સમાન સંરક્ષણ સહિત સમાન અધિકારોની રક્ષા કરવી તથા એમનો પ્રચાર કરવાની મહત્વતા બતાવવાનો અવસર છે.
એમણે કહ્યું કે,પારદર્શિતા અને રાજનૈતિક ભાગીદારી પ્રતિનિધિ લોકતંત્રોની આધારશિલા છે અને અમે આશા રાખીએ છીએ કે ભારત સરકાર જમ્મૂ કાશ્મીમાં આ સિદ્ધાંતોનું પાલન કરશે.