તુર્કીમાં વાતચીત બાદ રશિયાએ કિવ-ચેર્નિહિવ પર હુમલા રોકવાની જાહેરાત કરી, પરંતુ USને મોસ્કો પર શંકા

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના હેડક્વાર્ટર પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે ક્રેમલિનના તાજેતરના દાવાથી કોઈ મૂર્ખ બનશે નહીં કે તે અચાનક કિવ નજીક લશ્કરી હુમલાઓ ઘટાડશે અથવા તે તેના સમગ્ર દળોને પાછા ખેંચી લેશે. તેમણે કહ્યું કે ‘અમને લાગે છે કે કિવની આસપાસથી ખૂબ જ ઓછી સંખ્યામાં રશિયન દળો નીકળ્યા છે.’

સાથોસાથ, તેમણે કહ્યું કે ‘અમે માનીએ છીએ કે આ એક પુનઃસ્થાપન છે, વાસ્તવિક વાપસી નથી, અને વિશ્વએ હવે યુક્રેનના અન્ય પ્રદેશો પર મોટા હુમલા માટે તૈયારી રહેવું જોઈએ’.

પશ્ચિમી અધિકારીઓએ કહ્યું છે કે રશિયા પૂર્વી યુક્રેનમાં સૈનિકોને એકત્ર કરી રહ્યું છે, પરંતુ તે હજી સ્પષ્ટ નથી થયું કે કિવની આસપાસ સૈન્ય કામગીરી ઘટાડવાનો મોસ્કોનો દાવો સાચો છે કે કેમ.

યુક્રેનના સૌથી પ્રશિક્ષિત અને સુસજ્જ સુરક્ષા દળોને ઘેરી લેવાની કવાયતના ભાગ રૂપે મોસ્કો ડોનબાસમાં લશ્કરી જમાવટને મજબૂત બનાવી રહ્યું છે, એમ ગુપ્તચર અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું.

એક પશ્ચિમી અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે તે સ્પષ્ટ છે કે રશિયાની ‘યોજનાઓ અને રણનીતિઓ બદલાઈ રહી છે’ પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે ચિત્ર શું હોઈ શકે છે.

તે જ સમયે, વ્હાઇટ હાઉસે રશિયાના દાવાઓને “ખોટા” અને “ભ્રામક” ગણાવ્યા કે અમેરિકન સરકાર મોસ્કો વિરુદ્ધ સાયબર અભિયાન શરૂ કરી રહી છે.

અમેરિકાના યુરોપિયન કમાન્ડના નેતાએ મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાના આક્રમણને ધ્યાનમાં રાખીને દેશને યુરોપમાં વધુ કાયમી અને રોટેશનલ સૈનિકો તૈનાત કરવાની જરૂર પડી શકે છે.

દરમિયાન, યુક્રેન સાથે વાતચીત કરી રહેલા રશિયન પ્રતિનિધિમંડળના વડાએ જણાવ્યું હતું કે મોસ્કો તાજેતરની બેઠકને સમજૂતી તરફના પગલા તરીકે જુએ છે.

 

Scroll to Top