American Dream: અમેરિકાનું સપનું જોનારા 14 હજાર લોકો જેલમાં

‘અમેરિકન ડ્રીમ’ લોકો માટે સંકટ બની રહ્યું છે. તાજેતરમાં આ પ્રકરણમાં ગાંધીનગરના ડીંગુચા ગામના ચાર ભારતીય નાગરિકોના મોત થયા હતા અને 7 લોકો ઝડપાયા હતા. 2020 પછી બે વર્ષમાં કદાચ આ પહેલો કિસ્સો છે જેમાં ભારતીયો પકડાયા હોય. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) ના ડેટા અનુસાર, ગયા નાણાકીય વર્ષ દરમિયાન યુએસ-કેનેડા સરહદે 916 માઇગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી અથવા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) 2020 માં, આ સંખ્યા 2155 હતી. છેલ્લા પાંચ વર્ષમાં 14822થી વધુ ઝડપાયા છે. આ માઇગ્રન્ટ્સમાં મોટે ભાગે મેક્સિકો, ગ્વાટેમાલા, હોન્ડુરાસના લોકોનો સમાવેશ થાય છે. અમેરિકામાં મોટાભાગની ઘૂસણખોરી કેનેડાને બદલે મેક્સિકો બોર્ડરથી થાય છે. કેનેડા સાથેની યુએસ સરહદ દ્વારા અમેરિકામાં પ્રવેશવું સરળ નથી કારણ કે કેનેડિયન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે, જેના કારણે તે ગેરકાયદેસર ઘૂસણખોરી માટે સલામત માનવામાં આવતું નથી, જ્યારે મેક્સિકો સાથેની સરહદ વધુ સંવેદનશીલ છે.

બે વર્ષમાં એકપણ ભારતીયને નથી પકડાયો
CBPના આંકડા દર્શાવે છે કે 2020થી ગ્રેડ ફોર્ક્સ સેક્ટર (નોર્થ ડાકોટાથી મેનિટોબા)માં કોઈ ભારતીયની ધરપકડ કરવામાં આવી નથી. તે જ સમયે, અન્ય દેશોના 220 લોકો આ સેક્ટરમાં પકડાયા હતા. આ એ જ વિસ્તાર છે જ્યાંથી 11 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 4ના મોત થયા હતા. નિષ્ણાતોના મતે આ માર્ગ અમેરિકામાં પ્રવેશવા માટે જાણીતો માનવામાં આવતો નથી.

650 લોકોએ ગુમાવ્યો છે જીવ
છેલ્લા એક વર્ષમાં જ અમેરિકા-મેક્સિકો બોર્ડર પર 650 લોકોના મોત થયા છે. અમેરિકામાં મોટાભાગની ઘૂસણખોરી કેનેડાને બદલે મેક્સિકો બોર્ડરથી થાય છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનના ડેટામાં આ વાત સામે આવી છે. આ મુજબ, નાણાકીય વર્ષ 2021 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) માં મેક્સિકો બોર્ડરથી યુએસમાં પ્રવેશ કરતી વખતે 650 લોકોના મોત થયા હતા. બોર્ડર પરથી ભારતીયો કેનેડામાં પ્રવેશતા હોવાનું બહુ સામે આવ્યું નથી.

મેક્સિકો સરહદેથી ઘૂસણખોરી સામાન્ય
નિષ્ણાતોના મતે કેનેડા બોર્ડરને બદલે મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં પ્રવેશવું સામાન્ય બાબત છે. CBP ડેટા એ પણ દર્શાવે છે કે કેનેડા સાથેની યુએસની ઉત્તરીય સરહદ માઇગ્રન્ટ્સ માટે વધુ સામાન્ય માર્ગ નથી, પરંતુ મેક્સિકો સાથેની દક્ષિણ સરહદ કરતાં વધુ લોકો પકડાઈ જાય છે.

કેનેડાના રસ્તે ભારતીયો ઝડપાયા
વર્ષ ધરપકડ
2017 3027
2018 4316
2019 4408
2020 2155
2021 916

આવા એજન્ટો સામે કાર્યવાહી થવી જોઈએ
એસોસિએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકાના ઈન્ડિયા ચીફ પ્રફુલ નાયકનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે વિદેશ જવું કોઈ પણ રીતે વ્યાજબી નથી. લોકોએ કાયદેસર રીતે વિદેશ જવું જોઈએ. ભૂતકાળમાં પણ ઘણી પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો. સરકારે આવા એજન્ટો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.

 

Scroll to Top