અમેરિકી સેના દુનિયાના સૌથી શક્તિશાળી લેસર હથિયાર બનાવી રહી છે. આ લેસર હથિયાર લગભગ 300 કિલોવોટનું હશે અને તેનું આગામી વર્ષે પરીક્ષણ કરવામાં આવશે. આ હથિયાર જનરલ અટામિક્સ ઈલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ અને બોઈંગ કંપની દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી રહ્યું છે. તે જહાજના કન્ટેનર જેટલું હશે અને હથિયાર એક વિશાળ ટ્રક પર મૂકવામાં આવશે. હવે તે અત્યાર સુધી બનાવેલ લેસર વેપનમાં સૌથી શક્તિશાળી હશે.
જનરલ અટામિક્સના અઘ્યક્ષ સ્કોટ ફોર્નીએ જણાવ્યું હતું કે, “અત્યંત શક્તિશાળી, નાનું લેસર હથિયાર અત્યાર સુધીના તમામ હથિયારોમાં સૌથી ઘાતક છે.” અમેરિકી નેવીએ સૌથી પહેલીવાર ‘લોજ’ નામનું લેસર હથિયાર વર્ષ 2014માં બનાવ્યું હતું. તેને યુએસએસ પેન્સ પર તૈનાત કરવામાં આવ્યું હતું. તે સમયે આ હથિયારની ક્ષમતા 30 kW હતી. મોટાભાગની સેનાઓના લેસર હથિયારો 30 થી 100 કિલોવોટ સુધીના હોય છે.
ડ્રોન, જેટ અને હેલિકોપ્ટર થશે ખાખ: તેની મદદથી ડ્રોન વિમાન ને આંખના પલકારામાં નીચે તોડી પાડી શકાય છે. અમેરિકાના આ નવા હથિયારથી તેની મારક ક્ષમતા અનેક ગણી વધી ગઈ છે. સામાન્ય રીતે આ શસ્ત્રો અનેક પ્રકારના ફાઈબર લેસર પર આધારિત હોય છે અને બાદમાં એક બીમ કિરણો બહાર કાઢે છે અને દુશ્મનનો નાશ થાય છે. આ નવા લેસર હથિયારમાં અનેક અરીસાઓ છે જે એકબીજા સાથે જોડાયેલા છે.
ઝડપથી ઘણા લક્ષ્યોને કરી શકાય છે નષ્ટ: આ નવું લેસર હથિયાર અમેરિકી સૈન્યના પ્રોજેક્ટનો એક ભાગ છે જેના દ્વારા આકાશમાંથી આવતા ખતરાનો સામનો કરવા માટે રક્ષણાત્મક લેસર હથિયાર બનાવવાનું છે. ગયા વર્ષે, અમેરિકી સૈન્યએ એક 10 kW ન લેસર ને માત આપનાર મોર્ટાર ગોળાનું પ્રદર્શન કર્યું હતું.
નિષ્ણાતોનું કહેવું છે કે આવા શક્તિશાળી લેસર હથિયારની મદદથી મોટા ટાર્ગેટ અને અનેક ટાર્ગેટોને ઝડપથી નષ્ટ કરી શકાય છે. તેમણે કહ્યું કે આવા શક્તિશાળી લેસર હથિયારો આવનારા સમયમાં બેલેસ્ટિક મિસાઈલ, ક્રુઝ મિસાઈલ, ડ્રોન, ફાઈટર જેટ અને હેલિકોપ્ટરને ખતમ કરી શકાય છે.